જૂની પેન્શન યોજનાની માંગ:વડોદરામાં ત્રણ હજાર કર્મચારીઓ જોડાયા, 17મીએ PM મોદીના જન્મદિવસે માસ સીએલની ચિમકી

વડોદરા17 દિવસ પહેલા
જૂની પેન્શન યોજનનાની માગંણી સાથે રેલી.

શહેરમાં આજે જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગણી સાથે ત્રણ હજાર જેટલા સરકારી કર્મચારીઓની રેલી યોજાઇ હતી. જેમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મચારીઓ પણ જોડાયા હતા. રેલીમાં વડોદરા, ખેડા, આણંદ, છોટાઉદેપુર સહિતના જિલ્લાના કર્મચારીઓ પણ જાડાયા હતા. સાથે વડાપ્રધાન મોદીના જન્મદિવસે માસ સીલ પર ઉતરવાની ચિમકી ઉચ્ચારવામાં આવી છે.

58 વર્ષ સુધી નોકરીએ કરીએ તો પેન્શન કેમ નહીં?
વડોદરામાં આજે ગુજરાત સરકારના કર્મચારીઓ જેમાં શિક્ષકો સહિતના કર્મચારીઓએ જૂની પેન્શન યોજના લાગુ કરવા માટે વિશાળ રેલી યોજી હતી. જેમાં અંદાજે ત્રણ હજાર જેટલા કર્મચારીઓએ ભાગ લીધો હતો. આ રેલી દરમિયાન સૂત્રોચ્ચાર થયા હતા કે નેતાઓને પાંચ વર્ષની ટર્મ પૂર્ણ થાય તો પેન્શન મળે છે. જો નેતાઓને આવી રીતે પેન્શન મળતું હોય તો અમે 58 વર્ષ સુધી નોકરી કરીએ તો શા માટે પેન્શન ન મળે?

કર્મચારીઓએ કલેક્ટર કચેરીમાં પેન્શનની માંગણી કરી ગરબા રમ્યા.
કર્મચારીઓએ કલેક્ટર કચેરીમાં પેન્શનની માંગણી કરી ગરબા રમ્યા.

17મીએ માસ સીએલની ચિમકી
દરમિયાન રેલીમાં ડી.જે. પરથી જાહેરાત કરવામાં આવી હતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આગામી 17 સપ્ટેમ્બરે જન્મદિવસ છે ત્યારે જો માંગણીઓ નહીં સંતોષ તો તે દિવસે કર્મચારીઓ માસ સીલ પર ઉતરી જશે. વડાપ્રધાને વિચારવું જોઇએ કે થોડા દિવસોમાં એવું તે શું બન્યું કે પોલીસ સહિત કર્મચારીઓ શાંતિથી બેસતા નથી. શા માટે વડાપ્રધાનના જન્મદિવસે માસ સીલ પર ઉતરવાના હશે? કલેક્ટર કચેરી ખાતે ડી.જે. પરથી સંબોધન કરાયું હતુ કે ગાંધીનગરમાં એમએલએ ક્વાટરમાં બધા સાંજે ભેગા મળીને મામા-માસીના તાળીઓ લેતા હોય છે. એક એવો પણ કાર્યક્રમ બનાવવો જોઇએ કે દરેક વિસ્તારના ધારાસભ્યોને ઘરે જઇને ઘેરાવ કરવો અને આપણો પ્રશ્ન રજૂ કરવો.

1700માં તેલનો ડબ્બો પણ નથી આવતો
રેલીમાં સામેલ થયેલા કિરણ પટેલ (વડોદરા શહેર સંઘ પ્રમુખ)એ જણાવ્યું હતું કે, કર્મચારીઓના વિવિધ સંગઠનોએ આજે 16 માંગણીઓ પૈકી આજે જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગણી કરી છે. જેમાં કર્મચારી 58 વર્ષે નિવૃત્ત થયા બાદ જીવનપર્યત પેન્શન મળતું હતું. જે હકને સરકારે 2004 બાદ લઇ લીધો છે. જેથી કર્મચારીઓને હવે માત્ર 1500થી 1700 રૂપિયા પેન્શન મળે છે. આટલામાં તો તેલનો ડબ્બો પણ નથી આવતો.

સાંસદ અને MLAને પેન્શન મળે તો અમને કેમ નહીં.
કિરણભાઇએ કહ્યું હતું કે, ધારાસભ્ય હોય કે સંસદસભ્ય ચૂંટાયા બાદ તેમનું પેન્શન શરૂ થઇ જાય છે. આ સિવાય મેડિકલ સહિતની સેવાઓ પણ મળે છે. આ તો લોકોનું શોષણ છે. જ્યારે કર્મચારીઓને હકનું પેન્શન મળતું નથી. જૂની પેન્શ યોજના અમે લઇને રહીશું.

આઉટસોર્સિંગ બંધ કરવાની માંગણી પણ કરાઇ.
આઉટસોર્સિંગ બંધ કરવાની માંગણી પણ કરાઇ.

આઉસોર્સિંગ બંધ કરાવવાની માંગણી
ખેડાના વસોથી કોન્ટ્રાક્ટના કર્મચારીઓની માંગણીને લઇને રેલીમાં જોડાયેલા બળવંતભાઇ પરમારે જણાવ્યું હતું કે, અમારી માંગણી છે કે આઉટસોર્સિંગ બંધ કરવું જોઇએ. હાલ અમને માત્ર સાત હજાર રૂપિયા પગાર મળે છે. આમા અમારે છોકરા કેવી રીતે ભણાવવા અને ઘર કેવી રીતે ચલાવવું. છેલ્લા 15 વર્ષથી અમે નોકરી કરીએ છીએ પણ સરકાર અમારુ કશું સાંભળવા નથી માંગતી. અમારી માંગણી છે કે અમને સારો પગાર પણ મળે.

રેલીમાં પેન્શનના ગરબા
રેલીમાં ડીજે પર આણંદના કર્મચારીઓ દ્વારા બનાવવામાં આવેલ પેન્શનનો ગરબો વગડાવામાં આવ્યો હતો. તેમજ તેના પર કલેક્ટર કચેરીમાં કર્મચારીઓ ગરબે ઘૂમ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...