• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Three Persons Arrested Along With Andhani Chakan, Stone Pelted At Saurashtra Mail One Arrested, Echo Car Silencer Stolen On Sunfarma Road

વડોદરાના ક્રાઇમ ન્યૂઝ:આંધળી ચાકણ સાથે ત્રણ શખ્શ ઝડપાયા, સૌરાષ્ટ્ર મેલ પર પથ્થર ફેંકાયો એકની ધરપકડ, સનફાર્મા રોડ પર ઇકો કારનું સાયલેન્સર ચોરાયું

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
આંધળી ચાકણ સાથે ઝડપાયેલ શખ્સો. - Divya Bhaskar
આંધળી ચાકણ સાથે ઝડપાયેલ શખ્સો.

શહેરના આજવા વિસ્તારમાં એકતાનગર નજીક વડોદરા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ત્રણ શંકાસ્પદ શખ્સોને ઝડપી લેવામાં આવ્યા હતા. તેમની તપાસ કરતા તેઓ પાસેથી બે જીવતી આંધળી ચાકણ મળી આવી હતી. પોલીસે આરોપીઓને પકડી વડોદરા વનવિભાગને સોંપ્યા હતા. ત્રણેની ઓળખ શોએબ અખ્તર, સતીશ નાયક અને આકાશ નાયક તરીકે થઇ છે. આરોપીઓ વાઘોડિયાના રહેવાસી છે. ઉલ્લેખનીય છે કે આંધળી ચાકણનો તંત્ર-મંત્રની વિધિ માટે ઉપયોગ થતો હોય છે.

સૌરાષ્ટ્ર મેલ પર પથ્થર ફેંકાયો
ગત રાત્રે સૌરાષ્ટ્ર મેલ એક્સપ્રેસના એસ્કોર્ટિંગમાં રહેલા પોલીસકર્મીએ વડોદરા પોલીસને ફોનથી જાણ કરી હતી કે ટ્રેન પર વરણામા અને મકપુરા રેલવે સ્ટેશન વચ્ચે કોઇ વ્યક્તિ ટ્રેન પર પથ્થરમારી ભાગી ગયો છે. જેથી રેલવે પોલીસના કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. ત્યારે નજીકમાંથી તેમને દારૂ પીધેલી હાલતમાં રમજાન મોહમદ હનીફ શેખ (રહે. ગોસપાર્ક સોસાયટી, વટવા, અમદાવાદ)ને ઝડપી લેવામાં આવ્યો હતો. તે રિક્ષા ચલાવી ગુજરાન ચલાવતો હોવાનું જણાવ્યું હતું.

સનફાર્મા રોડ પર ઘરની સામે પાર્ક કરેલ ઇકો કારના સાયલેન્સરની ચોરી
શહેરના સનફાર્મા રોડ પર આવેલ ભક્તિ ટેનામેન્ટમાં રહેતા અક્ષયકુમાર ભપેન્દ્રભાઇ જોશીએ તેમના ઘરની બહાર રાત્રે ઇકો કાર પાર્ક કરી હતી. મોડી રાત્રે તેઓને ઘરની બહાર કોઇ અવાજ આવતા જાગી ગયા હતા. તેઓએ બહાર આવી જોયું તો તેમની કારની બાજુમાંથી ઉભેલો એક અજાણ્યો વ્યક્તિ ત્યાથી ભાગી ગયો હતો. અક્ષય જોશીએ કાર પાસે જઇ તપાસ કરતા જાણવા મળ્યું હતું કે તેમની ઇકો કારના સાયલેન્સરની ચોરી થઇ ગઇ હતી. જે મામલે તેમણે જે.પી.રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.