કાર્યવાહી:ધર્માંતરણ કેસમાં નાગપુરથી વધુ ત્રણ આરોપીની ધરપકડ

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • સલાઉદ્દીનના ફંડિંગ મામલામાં ત્રણેની સંડોવણી અંગે તપાસ થશે

યુપીના ધર્માંતરણ કેસમાં મહારાષ્ટ્રના નાગપુરમાંથી વધુ 3 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. શહેરમાં અમેરિકન ફેડરેશન ઓફ મુસ્લિમ ઓફ ઇન્ડિયન ઓરિજન ચેરિટેબલ ટ્રસ્ટ ચલાવતા સલાઉદ્દીન જૈનુદ્દીન શેખની સંસ્થા દ્વારા 4 વર્ષમાં લખનઉના ઉમર ગૌતમની સંસ્થા ઇસ્લામિક દાવાહ સેન્ટર અને ફાતિમા ચેરિટેબલ ટ્રસ્ટને 10 કરોડનું વિદેશી ફંડ મળ્યું હતું.

તપાસમાં બહાર આવ્યું હતું કે, મોટાભાગે અમેરિકી અને યુકેનાં સંગઠનો તરફથી ફંડ મોકલાયું હતું. જેથી યુપી પોલીસે સલાઉદ્દીનના રિમાન્ડ મેળવી તેના આર્થિક વ્યવહારોની તપાસ કરી હતી. દરમિયાન તાજેતરમાં સલાઉદ્દીનની સાથે નિકટ રહેલા નબીપુરના એનઆરઆઇ અબ્દુલ ફેફરાવાળાની ભૂમિકાને ધ્યાનમાં રાખીને યુપી એટીએસની ટીમ નબીપુર પહોંચી હતી અને અબ્દુલ ફેફરાવાળાનું મકાન ખોલાવી તપાસ કરી હતી.

બીજી તરફ આ કેસમાં પકડાયેલા ઉમર ગૌતમ અને સલાઉદ્દીન સહિત 5 શખ્સોની પૂછપરછના આધારે યુપી એટીએસ દ્વારા તાજેતરમાં માહારાષ્ટ્રના નાગપુરના ગણેશપેઠ વિસ્તારમાંથી 3 જણાને ઝડપી લીધા હતા. ત્રણેય આરોપીને લખનઉ લઈ જવાયા છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, સલાઉદ્દીન સાથે સંપર્કમાં હતા કે કેમ ? તેમજ ફંડિંગ મામલામાં આ 3 જણા સંડોવાયેલા છે કે કેમ તેની પણ તપાસ કરાઇ રહી છે.

અન્ય સમાચારો પણ છે...