વડોદરા શહેર નજીકથી પસાર થતા નેશનલ હાઇવે પર ચૂંટણી ટાણે જ હથિયાર વેચવા આવેલ ગેંગને પોલીસે ઝડપી લીધી છે.
હરણી પોલીસ સ્ટેશનના પીઆઇ એસ.આર.વેકરીયા સવારે સાડા દસ વાગ્યે ગોલ્ડન ચોકડી પાસે વાહન ચેકિંગમાં હતા. આ દરમિયાન બાતમીના આધારે ત્રણ વ્યક્તિઓને અટકાવી થેલો તપાસતા તેમાંથી દેશી બનાવટની પિસ્તોલ, બે મેગ્જીન સાથે 12 નંગ કારતૂસ અને મોબાઇલ તેમની પાસેથી મળી આવ્યા છે.
પોલીસે આ મામલે દેશી પિસ્તોલ વેચવા આવેલા ત્રણ શખ્સોને ઝડપી લીધા છે. જેમની ઓળખ દિપેન મનોજભાઇ મકવાણા (રહે. આઇઓસી બિલ્ડિંગ રૂમ નંબર 804, આંબેડકર નગર સામે, રેસકોર્ષ, મુંબઇ. પ્રમોદ હિરાલાલ મારુ (રહે. બીએમસી કોલોની, કુર્લા ઇસ્ટ, મુંબઇ અને ચીમનભાઇ ઉર્ફે મુન્નો પાલજીભાઇ ગોહિલ (રહે. રાજપરા ગામ, તા. સિહોર, જિ. ભાવનગર) તરીકે થઇ છે. જ્યારે ત્રણ શખ્સો રફી મિસ્ત્રી (રહે. સિહોર), બસી દાઢી તથા બાબભાઇ કોળી (રહે. સોનગઢ)ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.
મકરપુરામાં સ્કૂલે જવા નિકળેલ સગીરા ગુમ
શહેરના મકરપુરા વિસ્તારમાં ગઇકાલે સવારે એક વિદ્યાર્થિની સ્કૂલવાનમાં સ્કૂલે જવા નિકળી હતી. જ્યાર બાદ પરિવાર દ્વારા તે સ્કૂલે પહોંચી છે કે નહીં તે અંગે સ્કૂલમાં ફોન કરી તપાસ કરતા જાણવા મળ્યુ હતું કે તે સ્કૂલ પહોંચી નથી. જેથી પરિવાર દ્વારા વિદ્યાર્થિનીની શોધખોળ શરૂ કરી હતી. જો કે સગીરા ન મળતા તેનું અપહરણ થયું હોવાની ફરિયાદ મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાઇ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.