તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
21 ફેબ્રુઆરીના રોજ યોજાયેલી વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીની મત ગણતરી 23 ફેબ્રુઆરીના રોજ પોલિટેકનિક કોલેજ ખાતે સવારે 9 કલાકથી હાથ ધરવામાં આવશે. વડોદરા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા પોલિટેકનિક કોલેજના સ્ટ્રોંગ રૂમમાં EVM મૂકવામાં આવ્યા છે. તંત્ર દ્વારા મતગણતરી સ્થળ ફરતે અભેદ્ય પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સવારે જિલ્લા ચૂંટણી અધિકારીએ મતગણતરીની સ્થળની મુલાકાત લીધી હતી. જ્યાં તેઓએ જણાવ્યું હતું કે, પ્રથમ રાઉન્ડમાં વોર્ડ નંબર-1, 4, 7, 10, 13 અને 16ના પરિણામો આવશે. કોલેજ બહારથી નગરજનો પરિણામ જોઇ શકે તે માટે સ્ક્રીન મૂકવાનું આયોજન કરવામાં આવ્યું છે.
પોલિટેકનિક કોલેજમાં ત્રિસ્તરીય લોખંડી બંદોબસ્ત ગોઠવાયો
21 ફેબ્રુઆરીના વડોદરા મહાનગરપાલિકાના 19 ઇલેક્શન વોર્ડની 76 બેઠકો માટે ચૂંટણી યોજાઇ હતી. ચૂંટણી બાદ તમામ EVM ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે પોલિટેકનિક કોલેજમાં લાવવામાં આવ્યા હતા. જ્યાં બનાવવામાં આવેલા વિશેષ સ્ટ્રોંગરૂમમાં EVM મૂકવામાં આવ્યા હતા. તે સાથે બેલેટ પેપરથી મતદાન કરેલી પેટીઓ પણ સ્ટ્રોંગ રૂમમાં મૂકવામાં આવી હતી. આવતીકાલે 23 ફેબ્રુઆરીના રોજ સવારે 9 વાગ્યાથી મત ગણતરી હાથ ધરવામાં આવશે. પોલિટેકનિક કોલેજમાં રાખવામાં આવેલા EVM રાખવામાં આવ્યા હોવાથી કોલેજ ફરતે ત્રિસ્તરીય લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જેમાં બંધુકધારી પોલીસ જવાનોને મુખ્ય ગેટ ઉપર, સ્ટ્રોંગ રૂમની અંદર પેરામિલેટ્રી ફોર્સ અને સ્ટ્રોંગરૂમમાં CCTVથી સજ્જ કરી દેવામાં આવ્યા છે.
ચૂંટણી અધિકારીએ પોલિટેકનિક કોલેજની મુલાકાત લીધી
સવારે વડોદરા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શાલિની અગ્રવાલે પોલિટેકનિક ખાતે બનાવવામાં આવેલા સ્ટ્રોંગ રૂમની મુલાકાત લીધી હતી. તેમની સાથે ડી.સી.પી. દીપક મેઘાણી પણ જોડાયા હતા અને બંદોબસ્ત અંગેની સમીક્ષા કરી હતી. સ્ટ્રોંગ રૂમની બહાર પેરા મિલીટ્રી ફોર્સના જવાનોને તૈનાત કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત સ્ટ્રોંગરૂમમાં CCTV લગાવવામાં આવ્યા છે. પોલિટેકનિક કોલેજના સ્ટ્રોંગરૂમ સુધી અભેદ્ય પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
આવતીકાલે 3 તબક્કામાં મત ગણતરી થશે
વડોદરા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શાલિની અગ્રવાલે મતગણતરીની તૈયારી અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, તંત્ર દ્વારા મત ગણતરી માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. સવારે 9 કલાકે મતગણતરી શરૂ કરી દેવામાં આવશે. પ્રથમ રાઉન્ડમાં વોર્ડ નંબર-1, 4, 7, 10, 13 અને 16ના પરિણામો આવશે. ત્યાર બાદ બીજા રાઉન્ડમાં વોર્ડ નંબર 2, 5, 8, 11, 14 અને 17ના પરિણામ જાહેર કરવામાં આવશે. જ્યારે ત્રીજા રાઉન્ડમાં વોર્ડ નંબર- 3,6, 9, 12, 15, 18 અને 19ના પરિણામ જાહેર કરવામાં આવશે. ઉમેદવારોના સમર્થકો, કાર્યકરો તેમજ નગરજનો ચૂંટણીના પરિણામ જોઇ શકે તે માટે ગેટ પાસે LED સ્ક્રીન લગાવવામાં આવશે. તેમજ સમયાંતરે પરિણામની જાહેર માટે લાઉડ સ્પિકરો મૂકવામાં આવશે.
તબક્કાવાર રાજકીય પક્ષોના એજન્ટોને પ્રવેશ આપવામાં આવશે
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, મત ગણતરી રૂમમાં તબક્કાવાર મતગણતરી હાથ ધરવામાં આવશે. પરિણામે તબક્કાવાર રાજકીય પક્ષોના એજન્ટોને પ્રવેશ આપવામાં આવશે. એક સાથે તમામ વોર્ડના એજન્ટોને પ્રવેશ આપવામાં આવશે નહીં. આમ તંત્ર દ્વારા આવતીકાલે મંગળવારે સવારે હાથ ધરાનાર મતગણતરી માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે.
પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.