તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગેન્ટ્રીગેટનું સ્ટ્રકચર જોખમી:સ્ટ્રક્ચર સ્ટેબિલિટી સર્ટિ ન આપ્યા ને ત્રણ ગેન્ટ્રી ગેટ તૂટી પડયા

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શહેરમાં ઊભા કરાયેલા 60 ગેન્ટ્રી ગેટ જોખમી

શહેરમાં ઉભા કરાયેલા 60 ગેન્ટ્રીગેટનું સ્ટ્રકચર જોખમી હોવાનો ભાંડો ફૂટ્યો છે. એજન્સીએ સ્ટ્રક્ચર સ્ટેબિલિટીના સર્ટિફિકેટ રજૂ કર્યા ન હતા અને માત્ર દોઢ ઇંચ વરસાદમાં 3 ગેન્ટ્રી ગેટ તૂટી પડયા હતા. શહેરમાં 60 સ્પોટ ઉપર ગેન્ટ્રી ગેટ ઉભા કરાયા છે અને પાલિકા તેનો કોન્ટ્રાક્ટ આપી જાહેરાત થકી આવક મેળવતી હોય છે.તાઉતે વાવાઝોડું ફૂંકાયું ત્યારે જાબુંવા પાસે એક યુવાન આવા ગેટ ની પેનલ પડવાથી ઘવાયો હતો ત્યારે પાલિકાના ટ્રાફિક વિભાગે ગેન્ટ્રી ગેટનો કોન્ટ્રાકટ ધરાવતી એજન્સીને સ્ટેબિલિટી સર્ટિફિકેટ રજૂ કરવા માટે નોટિસ આપી હતી.

પરંતુ, એજન્સીએ હજી સુધી આવા સર્ટીફીકેટ રજુ કર્યા નથી. ગુરુવારે બનેલી ઘટનામાં સદનસીબે કોઇ જાનમાલની મોટી ખુવારી થઇ નથી પરંતુ ભવિષ્યમાં ન થાય તેવી ખાત્રી પાલિકાનું તંત્ર પણ આપી રહ્યું નથી.એટલું જ નહીં, નક્કી કરેલી સાઈઝ કરતા મોટી પેનલમાં જાહેરાતના બોર્ડ લગાડાયાના પણ આક્ષેપો થઈ રહ્યા છે.

આવા તોતિંગ 60 ગેન્ટ્રી ગેટ છે અને સ્ટ્રક્ચર સ્ટેબિલિટી સર્ટિફિકેટના અભાવ વચ્ચે લોકો પર જાનનું જોખમ ઊભું કરી રહ્યા છે .ગુરુવારે બનેલી ઘટના બાદ મેયર કેયુર રોકડિયાએ ટ્રાફિક વિભાગના કાર્યપાલક ઇજનેર રાજેશ ચૌહાણ ને આવી એજન્સી સામે કડક કાર્યવાહી કરવા, નોટિસ આપવાની સૂચના આપી હતી અને જો ભવિષ્યમાં કોઈ દુર્ઘટના થશે તો તેના માટે તે અધિકારી સીધા જવાબદાર રહેશે તેવી ચીમકી પણ આપી હતી.

અન્ય સમાચારો પણ છે...