તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગમખ્વાર અકસ્માત:પાવી જેતપુર પાસે પશુ ભરેલી પીકઅપ ગાડીએ બાઈકને અડફેટે લેતા દંપતિ સહિત 3 લોકોના મોત

પાવી જેતપુર2 મહિનો પહેલા
ગમખ્વાર અકસ્માતમાં 3 લોકોના મોત થયા હતા - Divya Bhaskar
ગમખ્વાર અકસ્માતમાં 3 લોકોના મોત થયા હતા
  • પાવી જેતપુર પોલીસે ત્રણેયના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલીને વધુ તપાસ શરૂ કરી

પાવી જેતપુર તાલુકાના ભાણપુરી પાસે એક પશુ ભરેલી બોલેરો પિકઅપ ગાડીએ બાઇકને ટક્કર મારતા બાઇક સવાર ત્રણે જણના કમકમાટી ભર્યા મોત નિપજતા ગમગીની છવાઈ ગઈ છે.પ્રાપ્ત માહિતી અનુસાર પાવી જેતપુર તાલુકાના ભાણપુરી ગામના પશુ ચિકિત્સક જસવંત રાઠવા તેમની પત્ની વનિતા રાઠવા પોતાની બાઇક લઈને એક સામાજિક પ્રસંગમાં ગયા હતા.

ત્યાંથી પાછા ફરતી વખતે મોટીબેજથી તેમના માસી સવિતાબેન પણ તેમની બાઇક ઉપર સવાર થઈને તેમની સાથે જતા હતા. ત્યારે ભાણપુરી ગામની પાસે ચોકડી ઉપર પશુ ભરેલી બોલેરો પિકઅપ ગાડીના ચાલકે બાઈકસવાર જસવંત રાઠવાને ટક્કર મારતા બાઇક રસ્તાની બાજુના ખાડામાં ઉતરી ગઈ હતી.

અને બોલેરો પિકઅપ ગાડીની ટક્કરે ગંભીર ઇજા પામેલ જસવંત રાઠવા અને તેમની પત્ની વનિતા રાઠવાનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે સવિતાબેનને ગંભીર ઇજા થતાં 108માં બોડેલીની ખાનગી હોસ્પિટલમાં લઈ જવાતા તેઓનું સારવાર દરમિયાન કમકમાટી ભર્યું મોત થતા ગમગીની છવાઈ ગઈ હતી. આ ઘટનાની જાણ પાવી જેતપુર પોલીસને થતા ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

બેના ઘટના સ્થળે જ મોત, એકનું સારવાર દરમિયાન મૃત્યુ
પાવી જેતપુર તાલુકાના ભાણપુરી ગામના પશુ ચિકિત્સક જસવંત રાઠવા તેમની પત્ની વનિતા રાઠવા પોતાની બાઇક લઈને એક સામાજિક પ્રસંગમાં ગયા હતા, જ્યાંથી પાછા ફરતી વખતે મોટીબેજથી તેમના માસી સવિતાબેન પણ તેમની બાઇક ઉપર સવાર થઈને તેમની સાથે જતા હતા, ત્યારે ભાણપુરી ગામની પાસે ચોકડી ઉપર પશુ ભરેલી બોલેરો પીકઅપ ગાડીના ચાલકે બાઈક સવાર જસવંત રાઠવાને ટક્કર મારતા બાઇક રસ્તાની બાજુના ખાડામાં ઉતરી ગઈ હતી અને બોલેરો પીકઅપ ગાડીની ટક્કરે ગંભીર ઇજાગ્રસ્ત જસવંત રાઠવા અને તેમની પત્ની વનિતા રાઠવાનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.

પશુ ભરેલી બોલેરો પીકઅપ ગાડીએ બાઇકને ટક્કર મારી હતી
પશુ ભરેલી બોલેરો પીકઅપ ગાડીએ બાઇકને ટક્કર મારી હતી

ભાણપુરી ગામમાં શોકનું મોજુ ફરી વળ્યું
સવિતાબેનને ગંભીર ઇજાઓ થતાં 108 એમ્બ્યુલન્સમાં બોડેલીની ખાનગી હોસ્પિટલમાં લઈ જવાતા તેમનું સારવાર દરમિયાન મોત થયું હતું. જેને પગલે ભાણપુરી ગામમાં ગમગીની વ્યાપી ગઈ છે. ઘટનાની જાણ પાવી જેતપુર પોલીસને થતાં પાવી જેતપુર પોલીસે ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

પાવી જેતપુર પોલીસે ત્રણેયના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલીને વધુ તપાસ શરૂ કરી
પાવી જેતપુર પોલીસે ત્રણેયના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલીને વધુ તપાસ શરૂ કરી
અકસ્માતને પગલે લોકોના ટોળેટોળા એકત્ર થઈ ગયા હતા
અકસ્માતને પગલે લોકોના ટોળેટોળા એકત્ર થઈ ગયા હતા

(અહેવાલઃ મિતેશ પટેલ, પાવી જેતપુર)

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

વધુ વાંચો