તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:બહેનના ઘરે ભાઇબીજ કરવા જતા 3 ભાઇને હળવદ-ધાંગધ્રા હાઈવે પર કારચાલકે અડફેટે લીધા, એક ભાઇનું મોત, 2 ઇજાગ્રસ્ત

વડોદરા5 મહિનો પહેલા
  • કૉપી લિંક
અકસ્માતગ્રસ્ત બાઇક અને કાર - Divya Bhaskar
અકસ્માતગ્રસ્ત બાઇક અને કાર
  • અકસ્માત બાદ કારચાલક ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો

હળવદ-ધાંગધ્રા હાઈવે પર આવેલા ઢવાણા ગામના પાટિયા પાસે બહેનના ઘરે ભાઇબીજ કરવા જતા બાઇક સવાર 3 ભાઇઓને કારચાલકે અડફેટે લીધા હતા. જેમાં એક ભાઇનું ઘટના સ્થળે જ મોત થયું હતું. જ્યારે અન્ય બે ભાઇ ઇજાગ્રસ્ત થયા હતા. જેઓને સારવાર અર્થે મોરબીની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

બે કૌટુંબિક ભાઇઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત
વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના નારા ગામથી ગજેન્દ્રકુમાર જીતેન્દ્રભાઇ પરમાર(ઉ.વ.19), વનરાજસિહ અનુપમસિંહ(ઉ.વ.24) અને કેતનસિહ અર્જુનસિંહ (ઉ.વ.18) ત્રણેય કૌટુંબિક ભાઈઓ બાઈક પર વડોદરાથી સામખીયારી પાસે લાકડીયા ગામ બહેનને બહેનને મળવા માટે જતા હતા, ત્યારે હળવદ તાલુકાના ઢવાણા ગામના પાટિયા નજીક પહોંચ્યા, ત્યારે કારચાલકે બાઈકને અડફેટે લેતા અકસ્માત થયો હતો. જેમાં ગજેન્દ્રકુમાર પરમારને ગંભીર ઈજાઓ થતાં ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે વનરાજસિંહ અને કેતનસિંહને ગંભીર ઈજાઓ થતાં પહેલા હળવદ સરકારી હોસ્પિટલ અને ત્યાર બાદ વધુ સારવાર માટે મોરબીની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

પોલીસે આરોપીને ઝડપી પાડવા માટે કાર્યવાહી હાથ ધરી
અકસ્માત અંગે હળવદ પોલીસને જાણ થતાં બીટ જમાદાર ‌મહનરભાઈ પ્રજાપતિ તેમજ વિપુલભાઇ પટેલ સહિતના પોલીસકર્મીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા અને કારચાલક સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. અકસ્માત બાદ કારચાલક ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતો. પોલીસે આરોપીને ઝડપી પાડવા માટે કાર્યવાહી હાથ ધરી છે.

વડોદરા પાસે પણ અકસ્માતમાં ભાઇનું મોત થયું હતું.
વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના મુજપુર-દરિયાપુર ગામના વિનુભાઇ ભીખાભાઇ પઢીયાર(ઉ.40), તેમની પત્ની વિદ્યાબેન અને જયરાજ સાથે દુમાડ ગામમાં રહેતા બહેનના ઘરે ભાઈબીજની ઉજવણી કરવા માટે નીકળ્યા હતા. જ્યારે તેઓ ભીમપુરા કેનાલ પાસે પહોંચ્યા, ત્યારે ઇકો કારે તેમની બાઇકને અચાનક જ ટક્કર મારી હતી. જેથી વિનુભાઇ કેનાલમાં પડી ગયા હતા અને પત્ની વિદ્યાબેન અને પુત્ર જયરાજ રોડ પર પટકાયા હતા. જેથી બંને ઇજાગ્રસ્ત થયા હતા. ઘટનાની જાણ થતાં જ પોલીસ સ્થળ પર દોડી ગઇ હતી અને બંને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા હતા અને ફાયર બ્રિગેડની મદદથી લાપતા થયેલા વિનુભાઇની શોધખોળ હાથ ધરી હતી. 5 કલાકની જહેમત બાદ મૃતદેહને બહાર કાઢ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

વધુ વાંચો