તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
જમ્મુ કાશ્મીર થી ચરસનો જથ્થો લઈને સ્વરાજ એક્સપ્રેસ ટ્રેનમાં આવેલ એક યુવક વડોદરા સ્ટેશને અમદાવાદના બે જણાને ચરસનો જથ્થો આપી રહ્યો હતો ત્યારે જ એનસીબીએ દરોડો પાડી અને યુવકને બે કિલો ચરસના જથ્થા સાથે ત્રણેવને ઝડપી પાડયા હતા.
જમ્મુ કાશ્મીર નો એક યુવક ચરસનો મોટો જથ્થો લઈને ગુજરાતમાં લોકલ ડ્રગ માફિયા ઓ ને આપવા માટે સ્વરાજ સ્પેશિયલ ટ્રેનમાં નીકળ્યો હોવાની બાતમી થી એનસીબીની ટીમે બુધવારે વડોદરા રેલવે સ્ટેશન પર સ્વરાજ સ્પેશ્યલ ટ્રેનમાંં પોલીસની મદદથી અબ્દુલ અજીજ નામના યુવકને ઝડપી પાડયો હતો.અબ્દુલ અજીજ ની પુછપરછ કરતાં તે વડોદરા રેલવે સ્ટેશનની બહાર બે જણાને આ ચરસનો જથ્થો આપવાનો હોવાની કેફિયત જણાવતાં એનસીબીની ટીમે ગુપ્તરીતે અબ્દુલ અજીજ ને રેલવે સ્ટેશનની બહાર મોકલ્યો હતો ને તે સમયે એનસીબી પણ તેની સાથે રહી હતી અબ્દુલ અજીજે જેવો ડ્રગની હેરાફેરી કરનારાબે જણાને ચરસનો જથ્થો આપ્યો કે તરત જ પોલીસે આ બંને જણાને ઝડપી લીધા હતા એનસીબીની ટીમે બે કિલો ચરસના જથ્થા સાથે જમ્મુ-કાશ્મીરના યુવક અબ્દુલ અજીજ સાથે ચરસનો જથ્થો લેવા અમદાવાદથી આવેલા મોહમ્મદ અબરાર અને કલીમ મોહમ્મદ નામના બે યુવકોને પણ ઝડપી લીધા હતા પોલીસે બે કિલો ચરસના ત્રણ પેકેટ સાથે ત્રણે યુવકને ઝડપી લઇ અંદાજે ચારથી પાંચ લાખ રૂપિયાની કિંમતનો ચરસનો જથ્થો કબજે કર્યો હતો અને ત્રણેયની ઊંડી પૂછપરછ શરૂ કરી છે
ડીલીવરી લેવા આવેલા શખ્સોનો બોસ કોણ?
મોહમ્મદ અજીજ કેટલા સમયથી આ પ્રમાણે ડ્રગની હેરાફેરી કરે છે અને વડોદરા સહિત ગુજરાતમાં કયા કયા કે ડ્રગ્સ સપ્લાય કરે છે તે સહિતના મુદ્દા પર તપાસ શરૂ કરાઇ છેઆ ઉપરાંત અમદાવાદના બે શખ્સો સાથે કોના કોના તાર જોડાયેલા છે તેની પણ ઝીણવટ ભરી તપાસ શરૂ કરાઇ છે.
પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.