કાર્યવાહી:ફાયર સેફ્ટી વિના કેમિકલનો સંગ્રહ કરનાર ત્રણની ધરપકડ

વડોદરા10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રૂષિત ડોબરિયા સહિત 3 સામે બેદરકારી બદલ ગુનો નોંધાયો

દશરથ પાસે કર્મયોગી કેમિકલ ગોડાઉનમાં ગત 15મી તારીખ પોલીસે દરોડા પાડી રૂા.13.61 લાખના કેમિકલનાં 198 બેરલો કબજે કર્યા હતા. જેમાં ગોડાઉનમાં આગ લાગે તેવા જ્વલનશીલ પદાર્થો રાખી ફાયર સેફ્ટીનાં સાધનો ન રાખ્યાં હોવાની બેદરકારી દાખવી હોવાના ગુના હેઠળ સંચાલક સહિત 3ની ધરપકડ કરી હતી.

ગત 15મી તારીખે છાણી પોલીસે દશરથ ગામ નજીક જીએસએફસી નગર ગેટની સામે કર્મયોગી કેમિકલના ગોડાઉનમાં દરોડો પાડી અલગ-અલગ 11 પ્રકારના જ્વલનશીલ કેમિકલનો જથ્થો ઝડપી પાડ્યો હતો. ગોડાઉનમાંથી 198 બેરલ ભરેલો 37,600 કિલો કેમિકલનો જથ્થો મળતાં પોલીસ ચોંકી ઊઠી હતી. પોલીસે રૂા.13.61 લાખની મતા જપ્ત કરી ગોડાઉન સીલ કર્યું હતું. ગોડાઉનમાંથી મળી આવેલું કેમિકલ માનવ જિંદગીને જોખમકારક હોય તેવું જાણવા છતાં સંચાલક રૂષિત ડોબરિયાએ કોઈ પણ પ્રકારનાં ફાયર સેફ્ટીનાં સાધનો કે ભયજનક કેમિકલ રાખવાના ચેતવણી બોર્ડ લગાવ્યા નહતાં. પોલીસે બેદરકારી દાખવવા બદલ સંચાલક રૂષિત રમેશભાઈ ડોબરિયા, આસિસ્ટન્ટ દર્શિત ભીમજીભાઈ ડોબરિયા અને ગોડાઉનમાં મજૂરી કરતા વિઠ્ઠલ વસાવા વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...