કાર્યવાહી:L&Tના સુપરવાઇઝરની હત્યા કરનારા ત્રણ શખ્સોની ધરપકડ

વડોદરા23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સરદાર એસ્ટેટ પાસે ઝઘડામાં વચ્ચે પડતાં ચાકુના ઘા માર્યા હતા
  • ઘાયલની સયાજી હોસ્પિટલમાં ખસેડાયા બાદ મોત થયું હતું

સરદાર એસ્ટેટ પાસે મોડી રાત્રે ઝઘડામાં ઓળખીતાને બચાવવા પડેલા એલએન્ડટીમાં સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતા યુવાનને હુમલાખોરોએ ચાકુના ઘા મારી મોતને ઘાટ ઉતારી દેવાના બનાવમાં બાપોદ પોલીસે 3 આરોપીની ધરપકડ કરી છે. બાપોદ પોલીસના પીઆઈ યુ.જે.જોષીએ જણાવ્યું કે, 1 જૂને રાતે 11:45 વાગે જે.પી. નગર પાસે પાણીની ટાંકી નજીક આદર્શ શર્મા નામના યુવકને ચપ્પાના ઘા મારીને મોતને ઘાટ ઉતારનારા હેમંત જીવણભાઈ રોહિત (જેપી નગર પાણીની ટાંકી પાસે, આજવા રોડ), રાજુ રમેશભાઈ તડવી (જેપી નગર પાણીની ટાંકી પાસે, આજવા રોડ) અને ભાવેશ અરવિંદભાઈ વાઘેલા (વુડાના મકાનમાં, જેપી નગર પાણીની ટાંકી પાસે, આજવા રોડ)ની અટકાયત બાદ કોરોના ટેસ્ટ નેગેટિવ આવતાં ધરપકડ કરી છે.

ઉલ્લેખનીય છે કે, આજવા રોડ પર શાંતિનગરમાં રહેતો આદર્શ શર્મા અને તેનો ભાઇ અમન રાત્રે પોણા બાર વાગ્યે પેટ્રોલ પુરાવવા નીકળ્યા ત્યારે જેપી નગર સરદાર એસ્ટેટ ટાંકી પાસે ઝઘડો કરી રહેલા કેટલાક યુવાનોમાં મધ્યસ્થી કરવા ગયા હતા. જેમાં આદર્શના ઘરની પાસે રહેતા મિતેશ રાજપૂતના મિત્ર ઉમેશ સાથે યુવકો ઝઘડો કરી રહ્યા હતા. ત્યારે આદર્શ છોડાવવા પડતાં ત્રણ યુવકોએ તેને ચાકૂના ઘા ઝીંકી હત્યા કરી હતી. પોલીસે ત્રિપુટીની ધરપકડ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...