તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દેણા મર્ડર કેસ:16 વર્ષીય સગીરની હત્યા કરનારા એક સગીર સહિત ત્રણની ધરપકડ, ગાળ આપી હતી તેનું વેર લેવા ચાલુ કારમાં જ છરી વડે પતાવી દીધો

વડોદરા4 મહિનો પહેલા
 • કૉપી લિંક
આરોપીઓની તસવીર - Divya Bhaskar
આરોપીઓની તસવીર

શહેર નજીક આવેલા દેણા ગામની સીમમાંથી ગુરૂવારે વહેલી સવારે ધો.10 માં અભ્યાસ કરતા 16 વર્ષીય વિદ્યાર્થીની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. વડોદરા તાલુકા પોલીસે વિદ્યાર્થીની હત્યાનો ભેદ ઉકેલવા જુદી જુદી ટીમો બનાવી તપાસનો દોર શરૂ કર્યો હતો. ત્યાં ગણતરીના કલાકોમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને વડોદરા તાલુકા પોલીસે વિદ્યાર્થીની હત્યા કરનાર એક સગીર સહીત ત્રણને દબોચી લીધા હતા. જોકે મિત્રની હત્યા કરવા પાછળનું કારણ જાણી પોલીસ પણ ચોંકી ઉઠી હતી. ગાળ આપવાને કારણે અનિલ ભરવાડે અંકિતને કારમાં જ રહેશી નાંખ્યો હોવાની ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવી છે.

વહેલી સવારે લાશ મળી આવી હતી
કુપરાઈ ગામમાં રહેતા વિશાલ પ્રજાપતિનો 16 વર્ષીય પુત્ર અંકિત ગત 2જી નવેમ્બરના રોજ સાંજથી ગુમ થયો હતો. તેવામાં બીજા દિવસે વહેલી સવારે અંકિતની હત્યા કરાયેલી લાશ દેણા ગામની સીમમાંથી મળી આવી હતી. 16 વર્ષીય અંકિતની કરપીણ હત્યા કરવા પાછળનું કારણ અને હત્યારાઓને ઝડપી પાડવા વડોદરા તાલુકા પોલીસ મથકના સિનિયર પોસઈ જે.ડી.સરવૈયાએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. દરમિયાન અંકિતની માતાના જણાવ્યા અનુસાર તેમનો પુત્ર તેના મિત્ર અનિલ ભરવાડ સાથે સ્વીફટ કારમાં ગયો હતો અને ત્યારબાદથી જ તે ગુમ થયો હતો. જેથી પોલીસે અનિલ ભરવાડની શોધખોળ હાથધરી હતી.

પોલીસે ત્રણેયની ધરપકડ કરી
અંકિતની હત્યાનો ભેદ ગણરીના કલાકોમાં જિલ્લા એલ.સી.બીએ ઉકલી કાયો હતો. 16 વર્ષીય અંકિતની હત્યામાં તેના મિત્ર અનિલ ભરવાડ, દિલિપ ભરવાડ સહિત એક સગીરની સંડોવણી બહાર આવતા પોલીસે તમામને દબોચી લીધા હતા. પોલીસે અંકિતની હત્યા મામલે ત્રણેયની કડકાઇથી પૂછપરછ હાથધરી હતી. જેમાં અંકિતની હત્યા કરાઇ તે પહેલા તેણે કોઈ કારણોસર અનિલ ભરવાડને ગાળ આપી હતી. જે વાતનો ખાર રાખી અનિલે તેની હત્યા કરવાનો કારસો ઘડી કાઢ્યો હતો.

ચાલુ કારમાં જ છરીના ઘા માર્યા હતા
પ્લાનિંગ મુજબ અનિલ ભરવાડ જાતે જ અંકિતને લેવા માટે તેના ઘરે સ્વીફ્ટ કારમાં ગયો હતો. કારમાં અરવિંદ સાથે દિલિપ અને એક સગીર પર હાજર હતો. અંકિતને કારમાં બેસાડ્યાં બાદ તેને માર મારવામાં આવ્યો અને ગોલ્ડન ચોકડી પાસે ચાલુ કારમાં છરીના ઘા ઝીંકી તેની હત્યા કરાયેલી લાશને દેણા ગામની સીમમાં ફેંકી દેવામાં આવી હતી. માત્ર ગાળ આપવા જેવી સામાન્ય બાબતે ઝનૂની થયેલા અનિલ ભરવાડે તેના સાગરીતો સાથે મળી અંકિત પ્રજાપતિનુ ઢીમ ઢાળી દીધુ હોવાનું પોલીસ સૂત્રો દ્વારા જણાવવામાં આવ્યું હતું.

ગાળ આપવાનો ખાર રાખ્યો હતો
વડોદરા તાલુકા પોલીસ મથકના પીએસઆઈ સરવૈયાએ જણાવ્યું હતું કે 30મી તારીખના રોજ કપુરાઈ ચોકડી નજીક શિવશક્તિ પાનની દુકાને અંકિત પ્રજાપતિ અને યોમ ઉર્ફ અનિલ ભરવાડ ભેગા થયા હતા જ્યાં અંક્તે તેને ગાળો ભાંડી હતી. આ સાંભળી સમસમી ઉઠેલા અનિલ ભરવાડે અંકિતને મોતને ઘાટ ઉતારવા માટેની યોજના ઘડી કાઢી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો