બોગસ પોલીસનો પર્દાફાશ:વડોદરા પાસે નંદેસરીમાં પોલીસનો રોફ જમાવીને તોડ કરતી બંટી-બબલી સહિત ત્રિપુટી ઝડપાઇ

વડોદરા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
ત્રિપુટી પૈકીનો એક આરોપી - Divya Bhaskar
ત્રિપુટી પૈકીનો એક આરોપી
  • નંદેશરીમાં બોગસ પોલીસ ત્રિપુટી સામે વ્યાપક ફરિયાદો ઉઠી હતી

વડોદરા શહેર નજીક આવેલી નંદેશરી ઓદ્યોગિક વસાહત સહિત આસપાસના વિસ્તારોમાં પોલીસનો રોફ જમાવી તોડ પાડતા બંટી-બબલી સહિત ત્રિપુટીની નંદેશરી પોલીસે ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી કાર્યવાહી હાથ ધરી છે. બાઇક ઉપર પોલીસ લખીને ત્રિપુટી તોડ પાડતી હતી. આ બોગસ પોલીસ ત્રિપુટી સામે ઉઠેલી વ્યાપક ફરિયાદોના પગલે નંદેશરી પોલીસે વોચ ગોઠવી ઝડપી પાડી હતી.

પોલીસનો ડ્રેસ પહેરીને સવારથી ત્રિપુટી નીકળી
છેલ્લા કેટલાક સમયથી નંદેશરી ઔદ્યોગિક વસાહત અને તેની આસપાસના વિસ્તારમાં એક યુવતી તેમજ તેના બે સાગરીત યુવાનો દ્વારા લોકોને પોલીસ હોવાનો રોફ જવામી ઉઘરાણા કરી રહ્યા હતા. બાઇક ઉપર પોલીસ લખીને તેમજ પોલીસ જેવો ડ્રેસ પહેરીને સવારથી ત્રિપુટી નીકળી હતી. બોગસ પોલીસ ત્રિપુટીનો ભોગ બન્યા હોવાની વધી ગયેલી ફરિયાદોને પગલે નંદેશરી પોલીસે બોગસ પોલીસ ત્રિપુટીને ઝડપી પાડવા માટે વોચ ગોઠવી દીધી હતી.

બોગસ પોલીસ ત્રિપુટીને દબોચી લીધી
દરમિયાન પોલીસને માહિતી મળી હતી કે, ત્રિપુટી હાલ નંદેશરી વિસ્તારમાં ફરી રહી છે. પોલીસે માહિતીના આધારે સ્થળ પર પહોંચી જઇને બોગસ પોલીસ ત્રિપુટીને દબોચી લીધી હતી. પોલીસે ઝડપી પાડેલી બોગસ પોલીસ ત્રિપુટી પાસેથી પોલીસ આઇકાર્ડ, પોલીસનો ગણવેશ તેમજ પોલીસ લખેલી મોટર સાઇકલ કબજે કરી હતી. પોલીસ તપાસમાં યુવતીનું નામ ચંદ્રીકા રાજપુત હોવાનું અને તેના બે સાગરીતોના નામ વ્રજ વાઘેલા અને વિક્રમસિંઘ રાજપૂત હોવાનું બહાર આવ્યું હતું.

પોલીસે ઘનિષ્ઠ પૂછપરછ શરૂ કરી
નંદેશરી પોલીસે ત્રિપુટી સામે ગુનો દાખલ કરી તેઓની ઘનિષ્ઠ પૂછપરછ શરૂ કરી છે. પોલીસ તપાસ દરમિયાન ચોંકાવનારી વિગતો બહાર આવવાની શક્યતાઓ છે. પોલીસ તપાસમાં આ ત્રિપુટીએ અત્યાર સુધી કેટલા લોકોને પોલીસનો રોફ જણાવી લૂંટ ચલાવી તે અંગેની પણ વિગતો બહાર આવવાની શક્યતાઓને નકારી શકાય તેમ નથી. બોગસ પોલીસ ત્રિપુટી નંદેશરી વિસ્તારમાંથી ઝડપાઇ જતાં પોલીસ તંત્ર સાથે વિસ્તારના લોકોએ પણ હાશકારો અનુભવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...