તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોલીસ પકડે તો દાદાગીરી:માસ્કના મુદ્દે તાંદલજામાં પોલીસે રોકતા સસ્પેન્ડ કરાવવાની ધમકી આપી

વડોદરા4 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • સંક્રમણને રોકવા માસ્ક અનિવાર્ય છતાં નહીં પહેરનારાની સંખ્યા વધુ

શહેરમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે છતાં માસ્ક નહી પહેરીને લોકો લાપરવાહી દાખવી રહ્યા છે. બીજી તરફ પોલીસના ચેકિંગના પગલે માથાકૂટના કિસ્સા વધી રહ્યાં છે. શહેરના આજવા રોડ પર બે સ્થળે તથા તાંદલજામાં માસ્ક ના પહેરનારા ત્રણ શખ્સો પાસેથી પોલીસે દંડની કાર્યવાહી કરતાં ત્રણેય ઉશ્કેરાયા હતા અને પોલીસ કર્મીઓ સાથે માથાકુટ કરી રકઝક કરી હતી. પોલીસે આ મામલે ત્રણેય શખ્સ સામે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.

કિસ્સો 1 : તાંદલજામાં પોલીસે રોકતા રકઝક શરૂ કરી
જેપી પોલીસનો સ્ટાફ તાંદલજા મરીયમ કોમ્પલેક્ષ પાસે બપોરના અરસામાં માસ્કની કામગિરી કરી રહ્યા હતા ત્યારે એક શખ્સ માસ્ક પહેર્યા વગર પસાર થતાં પોલીસે તેને અટકાવ્યો હતો. પોલીસે સ્થળ પર તેની પાસેથી દંડ લેવાની કાર્યવાહી કરતાં આ શખ્સ ઉશ્કેરાયો હતો અને ફરજમાં અવરોધ ઉભોકરી ઝઘડો કર્યો હતો અને રકઝક કરી હુંજોઇ લઇશ અને નોકરીમાંથી સસ્પેન્ડ કરાવી દઇશ તેવી ધમકી આપી હતી. જેથી પોલીસે તેને પકડીને પોલીસ સ્ટેશન લાવી અટકાયત કરી ગુનો નોંધ્યો હતો. તેનું નામ સલમાન મુસ્તાકભાઇ પટેલ હોવાનું બહાર આવ્યું હતું.

કિસ્સો 2 :​​​​ આજવા રોડ પર હું દંડ નહી ભરું તેમ કહી ઝઘડો
બીજી તરફ આજવા રોડ વિનય સોસાયટી પાસે બાપોદ પોલીસની ટીમ માસ્ક ચેકીંગની કાર્યવાહી કરી રહી હતી ત્યારે ત્યાંથી પૃથ્વી ઉર્ફે નિકુંજ જયેશ સુર્વે (રહે, શાસ્ત્રીનગર, કિશનવાડી) માસ્ક પહેર્યા વગર પસાર થયો હતો જેથી પોલીસે તેને રોકી દંડ વસુલવાની કાર્યવાહી કરતાં તે ઉશ્કેરાઇ ગયો હતો અને જોર જોરથી તમે પોલીસ ખોટી રીતે માસ્કના નામે દંડ ઉઘરાવી લૂંટ કરી રહ્યા છો અને લોકોને ભેગા થવા માટે બુમો પાડી હું દંડ નહી ભરુ, થાય તે કરી લોતેમ કહી પોલીસની ફરજમાં રુકાવટ ઉભી કરી હતી. પોલીસે પૃથ્વી સુર્વેની અટકાયત કરી ગુનો નોંધ્યો હતો.

કિસ્સો ​​​​​​3 :પોલીસ ખોટી રીતે દંડ ઉઘરાવે છે તેમ કહી માથાકૂટ
આજવા રોડ પર વિનય સોસાયટી પાસે જ સાંજના સમયે ધર્મેશ રાજુભાઇ રાવળ (રહે, કિશનવાડી)એ પોલીસ કર્મીઓ સાથે ઉશ્કેરાઇ જઇને ઝઘડો કર્યો હતો.

પોલીસ માસ્ક ચેકીંગની કાર્યવાહી કરી રહી હતી ત્યારે માસ્ક પહેર્યા વગર ધર્મેશ રાવળ પસાર થયો હતો જેથી પોલીસે તેને અટકાવી દંડ વસુલવાની કાર્યવાહી કરતા તે ઉશ્કેરાયો હતો અને પોલીસ ખોટી રીતે દંડ ઉધરાવે છે તેમ કહી લૂંટ કરી રહ્યા છે તેમ કહી ટોળાને ભેગું કર્યું હતું અને સરકારી ફરજમાં રુકાવટ ઉભી કરવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે ધર્મેશ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહીકરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો