પરિણીતા પર અત્યાચાર:વડોદરામાં દહેજના 25 લાખ નહીં લાવે તો મારી નાખીને જમીનમાં દાટી દેવાની સાસરીયાની ધમકી, 3 વર્ષની દીકરી સાથે આપઘાતની પરિણીતાની ચીમકી

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પોલીસે પતિ, દિયર અને નણંદ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી(પ્રતિકાત્મક તસવીર) - Divya Bhaskar
પોલીસે પતિ, દિયર અને નણંદ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી(પ્રતિકાત્મક તસવીર)
  • દિયર અને નણંદની ચડામણીથી પતિ તેની પત્નીને ઢોર માર મારતો હતો

વડોદરામાં સાસરીયાઓએ રેતીના ધંધામાં રોકાણ માટે પિયરમાંથી દહેજ પેટે 25 લાખ રૂપિયા નહીં લાવે તો તને મારી નાખીને લાશ સળગાવી જમીનમાં દાટી દેવાની પરિણીતાને ધમકી આપી હતી. આ બાબતે નોંધાયેલી ફરિયાદના આધારે પોલીસે પતિ, દિયર અને નણંદ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. નોંધનીય છે કે, જો આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં નહીં આવે તો પરિણીતાએ પિયરના સભ્યોના જીવનું જોખમ ગણાવી 3 વર્ષની દીકરી સાથે આત્મહત્યાની ચીમકી ઉચ્ચારી છે.

વર્ષ-2017માં લગ્ન થયા
વડોદરા શહેરના માંડવી વિસ્તારમાં રહેતી યુવતીનું લગ્ન વર્ષ-2017 દરમિયાન ઇમરાન અલી ગુલામ મોહમ્મદ સૈયદ (રહે, માં હોસ્પિટલની સામે, બોરીયાદ કવાંટ રોડ, નસવાડી) સાથે મુસ્લિમ સમાજના રીતરિવાજ મુજબ થયા હતા.

દિયર અને નણંદની ચડામણીથી પતિ તેની પત્નીને ઢોર માર મારતો હતો(પ્રતિકાત્મક તસવીર)
દિયર અને નણંદની ચડામણીથી પતિ તેની પત્નીને ઢોર માર મારતો હતો(પ્રતિકાત્મક તસવીર)

પતિ તેની પત્નીને ઢોર માર મારતો હતો
પરણીતાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, દહેજ મુદ્દે લગ્નના બીજા દિવસથી જ સાસરીયાઓ દ્વારા શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. લગ્ન જીવન દરમિયાન સંતાનમાં 3 વર્ષની દીકરી છે. દિયર અને નણંદની ચડામણીથી પતિ અવારનવાર ઢોર માર મારતો હતો અને જણાવતો હતો કે, લગ્ન સમયે જાનૈયાઓને ખુરશી ઉપર ખાવાનું આપવાના બદલે જમીન ઉપર ફકીરોની જેમ જમાડ્યા છે, જેથી હવે તને પણ ત્રાસ આપીને બદલો લેવાનો સમય આવ્યો છે.

સાસરીયા પિયરમાંથી 25 લાખ લાવવા દબાણ કરતા હતા
સાસરીયાઓ રેતીના ધંધામાં રોકાણ માટે પિયરમાંથી 25 લાખ રૂપિયા લાવવા માટે દબાણ કરતા હતા. અમારી મોટા ભાઇ લોગો સાથે અને રાજકીય લોકો સાથે ઓળખાણ છે. પોલીસ અને કોર્ટ પણ કંઈ બગાડી નહીં શકે. તેવી ધમકી આપી સાસરીયાઓએ પિયરમાંથી 25 લાખ રૂપિયા લીધા વગર પરત આવી તો મારી લાશ સળગાવીને જમીનમાં દાટી દેવાની ધમકી આપી છે. જેથી મને તથા મારા ઘરના સભ્યોને આરોપીઓથી ખતરો છે.

પરિણીતાએ પિયરના સભ્યોના જીવનું જોખમ ગણાવી 3 વર્ષની દીકરી સાથે આત્મહત્યાની ચીમકી ઉચ્ચારી(પ્રતિકાત્મક તસવીર)
પરિણીતાએ પિયરના સભ્યોના જીવનું જોખમ ગણાવી 3 વર્ષની દીકરી સાથે આત્મહત્યાની ચીમકી ઉચ્ચારી(પ્રતિકાત્મક તસવીર)

દીકરી સાથે આત્મહત્યા કરવાની પરિણીતાની ચીમકી
અગાઉ અનેક ફરિયાદ આપી હોવા છતાં કોઈ પગલાં ભરવામાં આવ્યા નથી. હવે જો આરોપીઓ સામે તાત્કાલિક પગલાં ભરવામાં નહીં આવે તો દીકરી સાથે આત્મહત્યા કરવાની નોબત આવશે.

અન્ય સમાચારો પણ છે...