કાર્યવાહી:યુવતીને ધમકી; તું સંબંધ નહીં રાખે તો તને સમાજમાં બદનામ કરી દઇશ

વડોદરા18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઓફિસે જતાં-આવતાં સતત પીછો કરતા સંબંધી સામે ફરિયાદ

મૂળ રાજસ્થાનની 25 વર્ષીય યુવતી શહેરમાં સોફ્ટવેર એન્જિનિયર તરીકે નોકરી કરે છે. તેનો દૂરનો સંબંધી તેને 1 વર્ષથી સંબંધ રાખવા દબાણ કરતો હતો. જો સંબંધ નહીં રાખે તો સમાજમાં બદનામ કરવાની ધમકી આપતો હતો.

કંટાળીને યુવતીએ લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનમાં સંબંધી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. મૂળ રાજસ્થાનની 25 વર્ષીય યુવતી રાજસ્થાનથી વડોદરા આવી ત્યારે પોતાના દૂરના સંબંધી મહેશ દરજી (ફતેપુરા, રાણાવાસ)ના સંપર્કમાં આવી હતી. 1 વર્ષથી તે યુવતી જ્યાં જાય ત્યાં મહેશ રિક્ષામાં પીછો કરતો હતો અને તેની સાથે સંબંધ રાખવા દબાણ કરતો હતો. મહેશે અનેકવાર યુવતીને જાહેરમાં શારીરિક અડપલાં કર્યાં હતાં. ત્રાસીને યુવતીએ મહેશ વિરુદ્ધ ફરિયાદ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...