વ્યાજખોરનો આતંક:ફેક્ટરી માલિકે 55.43 લાખ સામે 66.73 લાખ ચૂકવ્યા છતાં ધમકી

વડોદરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પુત્રને અભ્યાસમાં જરૂર હોવાથી હરીશ પટેલ પાસેથી વ્યાજે લીધા હતા
  • સિક્યોરિટી પેટે આપેલા ચેકોનો દુરુપયોગ કરનાર વ્યાજખોરની ધરપકડ

શહેરના નારાયણ ગાર્ડન વિસ્તારમાં રહેતા ફેક્ટરી માલિકે પુત્રના અભ્યાસ માટે પોરના વ્યાજખોર હરીશ ભાયલાલ પટેલ પાસેથી રૂા.55.43 લાખ વ્યાજે લીધા બાદ તેને 10 ટકાના વ્યાજે 66.73 લાખ ચૂકવી દીધા હોવા છતાં વ્યાજખોરે વધુ 14.75 લાખની માગણી કરી યુવકના 38.55 લાખના ચેકો બેંકમાં ભરીને બાઉન્સ કરાવી વારંવાર પૈસા માટે ઉઘરાણી કરી ધમકી આપી હતી. યુવકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી હરીશ પટેલની ધરપકડ કરી હતી.

નારાયણ ગાર્ડન પાસે સંપત ફ્લેટમાં રહેતા નિલમ શશીકાંત શાહે વરણામા પોલીસમાં પોરની અંબીકાનગર સોસાયટીમાં રહેતા હરીશ ભાયલાલ પટેલ સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્યું કે, તેઓ 8 માસથી જીઆઇડીસીની કંપનીમાં નોકરી કરે છે. 1995માં પોર જીઆઇડીસીમાં તેમના ભાઇ અને પત્ની સાથે મળીને ફેક્ટરી વેચાણે લીધી હતી ત્યારે નવા મશીનની જરૂર પડતાં પોરના હરીશ પટેલ પાસેથી 10 લાખ વ્યાજે લીધા હતા. ત્યારબાદ તેમણે પૈસા આપ્યા હતા.ત્યારબાદ તેમના પુત્રને અભ્યાસ માટે પૈસાની જરૂર પડતાં હરીશ પાસેથી ટુકડે ટુકડે રૂા.55.43 લાખ 10 ટકાના વ્યાજે લીધા હતા, સામે સિક્યોરિટી પેટે બ્લેન્ક ચેક આપ્યા હતા અને હિસાબ અંગેનું લખાણ કે પાસબુક ન આપી આપેલી રકમ કરતાં વધુ રૂા.66.73 લાખ તેમની પાસેથી મેળવ્યા હતા.

જ્યારે 11.30 લાખ વ્યાજ પેટે મેળવ્યા હતા છતાં વધુ 14.75 લાખ બાકી નિકળે છે કહી સિક્યોરિટી પેટે આપેલા ચેકોનો દુરુપયોગ કરી રૂા.38.55 લાખ ચેકો ભરીને બેંકમાંથી બાઉન્સ કરાવ્યા હતા તથા વારંવાર તેમને ફોન કરીને પૈસાની ઉઘરાણી કરી હતી અને ફોન પર મારી નાખવાની પણ ધમકી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...