મારા પિતા પાસેથી મકાન ખરીદ્યું તો મને કેમ પુછયું નહી કહી ધમકી આપનાર પુત્ર સામે મકાન ખરીદનાર યુવકે જવાહરનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જવાહરનગર પોલીસ મથકના સૂત્રોના જણાવ્યા મુજબ સંજય ઠાકોર કોયલીમાં રહે છે અને ડ્રાઈવીંગ કરે છે.થોડાંક સમય પહેલાં સંજય ઠાકોરે શિવરામભાઈ પાસેથી મકાન ખરીદ્યું હતું.
દરમિયાન તેમના પુત્ર મહેશે ફોન પર ધમકી આપ્યા બાદ રસ્તામાં આંતરી કહ્યું હતું કે ‘મારા પિતાએ તને જે મકાન વેચ્યું છે તે મકાનમાં મારા પણ પૈસા હતા. તે મને પુછયું કેમ નહી. હવે હું તને મારી નાંખીશ અથવા તે જે મકાન ખરીદેલું છે ત્યાં આવી દવા પી તારા નામની ચિઠ્ઠી લખી તને ફસાવી દઇશ.તેવી ધમકી આપી હતી. સંજયની ફરિયાદના આધારે પોલીસે મહેશ સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.