તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Thousands Of People Problem Power Outage In Vadodara's Chhani Area All Day, People Went To The Sub Station And Made Violent Protests.

વીજકાપથી હાલત કફોડી:વડોદરાના છાણી વિસ્તારમાં આખો દિવસ વીજકાપથી હજારો લોકોને હાલાકી પડી, લોકોએ સબ સ્ટેશન પર જઇને ઉગ્ર રજૂઆત કરી

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
જીઈબી દ્વારા કલાકો સુધી આજે રવિવારે મેઇન્ટેનન્સનું કામ હાથ ધરવામાં આવ્યું હતું - Divya Bhaskar
જીઈબી દ્વારા કલાકો સુધી આજે રવિવારે મેઇન્ટેનન્સનું કામ હાથ ધરવામાં આવ્યું હતું
  • છાણી વિસ્તારમાં લાઇટો અને પાણી વિના લોકોનો રવિવાર બગડ્યો હતો

વડોદરા શહેરના છાણી વિસ્તારમાં રહેતા હજારો લોકોનો રવિવાર આજે બગડ્યો હતો. મેઇન્ટેનન્સ લીધા બાદ પણ કલાકો સુધી વીજ પુરવઠો પૂર્વવત બની શક્યો ન હતો. આખરે રહીશોએ છાણી સબ સ્ટેશન ખાતે ઉગ્ર રજૂઆત કર્યાં બાદ જીઈબીના સ્ટાફ દ્વારા મરામતની પ્રક્રિયા શરૂ કરી હતી.

ઉનાળાની ગરમીમાં નાના બાળકોથી લઇને વૃદ્ધોની હાલત કફોડી બની
છાણી વિસ્તારમાં આવેલી નર્મદા કેનાલની બાજુમાં તથા સીતારામ કોમ્પલેક્ષની પાછળ આવેલી અનેક સોસાયટીઓમાં આજે સવારે જીઈબી તંત્ર દ્વારા મેઇન્ટેનન્સનું કામ હાથ ધરવામાં આવ્યું હતું, પરંતુ, મેઇન્ટેનન્સ નામે રિપેરિંગ કર્યાં બાદ સાંજે 5 વાગ્યા સુધી વીજ પુરવઠો પૂર્વવત શરૂ ન થતાં લોકો કંટાળ્યા હતા. ઉનાળાની ગરમીમાં નાના બાળકોથી લઇને વૃદ્ધોની હાલત કફોડી બની ગઇ હતી.

આજે મેઇન્ટેનન્સનું કામ હાથ ધરવામાં આવ્યું હતું
જીઈબી દ્વારા કલાકો સુધી આજે રવિવારે મેઇન્ટેનન્સનું કામ હાથ ધરવામાં આવ્યું હતું. સવારે 9થી બપોરે 2 વાગ્યા સુધી પુરવઠો બંધ કરવામાં આવનાર હતો, પરંતુ, સાંજે 5 વાગ્યા સુધી વીજ પુરવઠો પુન: શરૂ ન થતાં સ્થાનિક રહીશો કંટાળી ગયા હતા અને 40 ડિગ્રી તાપમાનમાં બપોર વિતાવ્યા બાદ સાંજે લોકો કંટાળીને જીઇબી સ્ટેશને રજૂઆત કરવા પહોંચ્યા હતા. જે બાદ જીઇબીના સ્ટાફે પુન: મરામતની કામગીરી શરૂ કરી હોવાનું જણાવ્યું હતું. છાણીમાં વીજ પુરવઠો બંધ થઈ જવાની વારંવાર પરિસ્થિતિ ઉભી થાય છે. ઉનાળા અને ચોમાસામાં આ મુશ્કેલી વધી જતી હોય છે.

લોકોએ પીવાના પાણી માટે બહારથી જગ મંગાવવા પડ્યા
આજે સવારે વીજ પુરવઠો બંધ થઇ ગયા બાદ કલાકો સુધી એ પૂર્વવત ન થતા લોકોના ઘરે RO બંધ થઈ ગયા હતા. ઘણા લોકોના ઘરે પાણી ખૂટી પડતાં બહારથી પીવાના પાણીના જગ મંગાવ્યા હતા. બીજી તરફ પાલિકાએ પણ રોજ સવારે પોણા દસ વાગ્યાના બદલે આજે સાંજે પોણા ચાર વાગ્યે પાણી વિતરણ કર્યું હતું. જેથી રહીશોની હાલાકી વધી ગઈ હતી. આજે રવિવારે અહીં રહેતા તમામ લોકોએ પાણી અને વીજળી વિના દિવસ વિતાવવો પડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...