ઉનાળે ચોમાસું:લાલબાગ બ્રિજ નીચે ભંગાણ થતાં હજારો લિટર પાણી વેડફાઇ ગયું

વડોદરા7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ટાયર ડૂબે તેટલું પાણી ભરાતાં વાહન ચાલક અટવાયા
  • બેરોકટોક ખોદકામથી લાઇનોમાં ભંગાણનો સિલસિલો યથાવત્

શહેરના પ્રતાપનગર રોડથી લાલબાગ બ્રિજ તરફ જતા સર્વિસ રોડ પર પાણીની લાઈનમાં લીકેજ થવાના કારણે પાણી ભરાયા હતા. જેના કારણે ત્યાંથી પસાર થતા લોકોને પાણીમાંથી થઈ પસાર થવું પડ્યું હતું અને વાહન ચાલકો અટવાયા હતા.

વડોદરા શહેરમાં ખાનગી કંપનીઓ દ્વારા થતા બે રોકટોક ખોદકામના કારણે પાણી ડ્રેનેજ અને ગેસ સહિતની લાઈનોને નુકસાન થતું હોય છે. જેના કારણે અનેક સ્થળોએ ખાડા ખોદવામાં આવી રહ્યા છે. શુક્રવારે લાલબાગ બ્રિજ નીચેના સર્વિસ રોડ પર પાણીની લાઈનમાં વધુ એક વાર ભંગાણ પડ્યું હતું. જેના કારણે રોડની બંને તરફ તળાવ જેવી સ્થિતિ સર્જાઈ હતી.

રોડ પર પાણી ભરવાના કારણે ત્યાંથી પસાર થતાં ટુ વ્હીલર ચાલકોને ભારે પરેશાની થઈ હતી. તેમજ રાહદારીઓ પણ રોડ પર ભરાયેલા પાણીમાંથી જવા મજબૂર થયા હતા. ઘટનાની જાણ થતા પાલિકાની ટીમો દોડી આવી હતી અને લાઈનમાં પડેલા ભંગાણનું સમારકામ કરવાની કાર્યવાહી શરૂ કરી હતી. જોકે લાઈનમાં ભંગાણના કારણે હજારો લિટર પાણી રોડ પર ફરી ભર્યા હતા.