• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Thousands Of Haribhaktas Gathered At Haridham Sokhada, Saying: 'Swami May Not Be With Us In The Flesh, But He Will Be Immortal In Our Souls.'

હરિપ્રસાદ સ્વામી અક્ષરનિવાસી થયા:નશ્વરદેહને સ્નાન કરાવ્યા બાદ મંદિર પરિસરમાં યાત્રા નીકળી, હરિભક્તોએ કહ્યું: 'સ્વામી અમારા આત્મામાં અમર રહેશે'

વડોદરા3 મહિનો પહેલા
હરિપ્રસાદ સ્વામીના નશ્વરદેહને સોખડા ખાતે લઈ જવામાં આવ્યો હતો.
  • હરિપ્રસાદ સ્વામીએ દાસના દાસ થઈને જીવવાનાં આપેલાં સુવાક્યોને હરિભક્તોએ જીવનમાં ઉતારી લીધાં

વડોદરા નજીક આવેલા હરિધામ સોખડા સ્વામિનારાયણ મંદિરના સંત હરિપ્રસાદ સ્વામીજી અક્ષર નિવાસી થયા બાદ તેમના નશ્વરદેહને હરિધામ સોખડા ખાતે લાવવામાં આવ્યો હતો. શાસ્ત્રોક્ત વિધિપ્રમાણે પવિત્ર નદીઓના પાણીથી સ્નાન કરાવવામાં આવ્યું હતું. શાસ્ત્રોક્ત વિધિ અને વૈદિક મંત્રોચ્ચાર સાથે તેમજ સ્વામી નારાયણ સંપ્રદાયની પરંપરા પ્રમાણે સ્વામીના દેહને સ્નાન કરાવવામાં આવ્યું હતું. સ્નાન કરાવ્યા બાદ ભક્તિમય વાતાવરણમાં મંદિર પરિસરમાં યાત્રા કાઢવામાં આવી હતી. આવતીકાલથી તેમના નશ્વરદેહને અંતિમ દર્શન માટે મૂકવામાં આવશે.

આવતીકાલથી હરિપ્રસાદ સ્વામીના નશ્વરદેહને અંતિમ દર્શન માટે મૂકવામાં આવશે
આવતીકાલથી હરિપ્રસાદ સ્વામીના નશ્વરદેહને અંતિમ દર્શન માટે મૂકવામાં આવશે

સ્વામીએ ચીંધેલા માર્ગ પર આગળ વધીશું
વડોદરા નજીક આવેલા હરિધામ સોખડા સાથે વડોદરાને વિશ્વમાં ઓળખ અપાવનારા અને લાખો યુવાનોને સત્યનો માર્ગ ચીંધનાર સંત હરિપ્રસાદ સ્વામી અક્ષરનિવાસી થતાં હરિભક્તોએ વજ્રઘાત સમો આંચકો અનુભવ્યો છે. હોસ્પિટલ અને સોખડા મંદિરમાં ઊમટી પડેલા હરિભક્તોએ જણાવ્યું હતું કે સ્વામી ભલે દેહસ્વરૂપે અમારી સાથે રહ્યા નથી, પરંતુ અમારા આત્મામાં અમર રહેશે. સ્વામીએ ચીંધેલા માર્ગ પર આગળ વધીશું. આજે અમે અમારા આત્માના માવતરને ગુમાવ્યા છે. તેમની ખોટ ક્યારેય પૂરી શકાશે નહીં.

મંદિરના મુખ્ય દરવાજા સુધી એક કિલોમીટર સુધી ગુલાબની પાંખડીઓનો માર્ગ હરિભક્તો દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે.
મંદિરના મુખ્ય દરવાજા સુધી એક કિલોમીટર સુધી ગુલાબની પાંખડીઓનો માર્ગ હરિભક્તો દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે.

એક કિલોમીટર સુધી ગુલાબની પાંખડીઓનો માર્ગ હરિભક્તોએ તૈયાર કર્યો
હરિપ્રસાદ સ્વામીજીના પાર્થિવદેહને હોસ્પિટલથી સોખડા સુધી લઇ જવાના હોવાથી હોસ્પિટલની બહારથી લઇને સોખડા મંદિર સુધી હરિભક્તો શિસ્ત બદ્ધ રીતે પુષ્પવૃષ્ટિ કરવા માટે લાઇનોમાં ઊભા થઈ ગયા છે. મંદિરના મુખ્ય દરવાજા સુધી એક કિલોમીટર સુધી ગુલાબની પાંખડીઓનો માર્ગ હરિભક્તો દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. વહેલી સવારથી ગોરવા સ્થિત જે હોસ્પિટલમાં હરિ પ્રસાદજીએ અંતિમ શ્વાસ લીધા છે ત્યાંથી લઇને સોખડા મંદિર સુધી જ્યાં જુઓ ત્યાં હરિભક્તો નજરે પડતા હતા. તમામ જગ્યાએ હરિભક્તો એકદમ શિસ્તબદ્ધ રીતે સ્વામીજીના પાર્થિવદેહના અંતિમ દર્શન કરતા જોવા મળ્યા હતા. હરિપ્રસાદ સ્વામીના નશ્વરદેહને સોખડામાં લાવવામાં આવેતા હરિભક્તોએ ભારે હૈયે રસ્તામાં જ અંતિમ દર્શન કર્યાં હતા. સોખડામાં હરિપ્રસાદ સ્વામીના અંતિમ દર્શન માટે હજારોની સંખ્યામાં હરિભક્તો ઊમટી પડ્યા છે.

સંત હરિપ્રસાદ સ્વામી અક્ષરનિવાસી થતાં હરિભક્તોએ આંચકો અનુભવ્યો છે.
સંત હરિપ્રસાદ સ્વામી અક્ષરનિવાસી થતાં હરિભક્તોએ આંચકો અનુભવ્યો છે.

દાસના દાસ થઇને જીવવાના આપેલાં સુવાક્યોને જીવનમાં ઉતાર્યાં
હરિભક્ત ગૌરાંગભાઇએ જણાવ્યું હતું કે સ્વામી અમારાથી ક્યારેય દૂર ન હતા અને આજે પણ દૂર ગયા નથી. તેઓ હંમેશાં અમને કહેતા હતા કે પ્રગટ સંત નથી. હું કાયમ અખંડ રહીશ. હરિભક્તોના આત્મામાં રહીશ. અમને જે કાયદા બતાવ્યા છે એમાં એકતાથી રહેવાનું, દાસના દાસ થઇને જીવવાના આપેલાં સુવાક્યોને અમારા જીવનમાં ઉતારી લીધા છે. એ સુવાક્યોની સાથે અમારે હવે જિંદગી જીવવાની છે. આજે અમે અમારા આત્માના માવતર ગુમાવ્યા છે. તેમની ખોટ પૂરવી અશક્ય છે.

સોખડાના હરિપ્રસાદ સ્વામી અક્ષરધામ નિવાસી થયા.
સોખડાના હરિપ્રસાદ સ્વામી અક્ષરધામ નિવાસી થયા.

પુત્રવધૂ માટે સોનાનો સેટ આપવા રાત્રે 2 વાગ્યે આવ્યા
78 વર્ષના વૃદ્ધાએ 30 વર્ષ પૂર્વેની ઘટનાને યાદ કરતાં જણાવ્યું હતું કે પુત્રના લગ્ન નક્કી કરાયા હતા. સગાઇ પણ થઇ ગઇ હતી. પુત્રવધૂ માટે સોનાનો સેટ બનાવવાનો વિચાર કરતા હતા. ત્યારે રાત્રે 2 વાગે સ્વામી અમરીશ બનીને સોનાનો સેટ આપવા માટે આવ્યા હતા. સ્વામીના માથા ઉપર મોટો ચાંદલો હતો. સ્વામીજીનું એ રાતનું સ્વરૂપ દિવ્યાત્માથી ઓછું ન હતું. આજે અમે અમારાં માતા-પિતા કરતાં પણ સવાયા એવા અમારા સ્વામીને ગુમાવ્યા છે. અમારા માટે સ્વામીજી ભગવાન હતા. હવે અમે આવા ભગવાન ક્યાં શોધીશું. સ્વામી દેહસ્વરૂપે ભલે રહ્યા નથી, પરંતુ તેઓ અમારા દિલમાં કાયમ રહેશે.

સ્વામીએ અમને જીવવાની રાહ ચીંધી છે
યસ્મિન પટેલે જણાવ્યું હતું કે આ ભવમાં સ્વામીજીની ખોટ પૂરવી અશક્ય છે. સ્વામીજીએ આપેલા કાયદાને સાથે રાખીને અમારે જિંદગી જીવવાની છે. સ્વામીજીએ જણાવ્યું હતું કે જે દિવસથી દાસના દાસ બનીને જીવતા શીખી જશો એ દિવસથી જિંદગીનું તમામ સુખ તમારાં ચરણોમાં હશે. સ્વામીએ એકતા ચીધી છે એ રાહ ઉપર અમે કાયમ ચાલીશું. સ્વામી અક્ષરનિવાસી થતાં અમે અમારી જિંદગીના મોટા માર્ગદર્શક ગુમાવ્યા છે. અમારાં માતા-પિતાએ અમને જન્મ આપ્યો છે અને સ્વામીએ અમને જીવવાની રાહ ચીંધી છે. મારા જીવનમાં તેમની ખોટ ક્યારેય પૂરી શકીશ નહીં.

હરિપ્રસાદ સ્વામીએ દાસના દાસ થઇને જીવવાનાં આપેલાં સુવાક્યોને હરિભક્તોએ જીવનમાં ઉતારી લીધાં.
હરિપ્રસાદ સ્વામીએ દાસના દાસ થઇને જીવવાનાં આપેલાં સુવાક્યોને હરિભક્તોએ જીવનમાં ઉતારી લીધાં.

સ્વામીજી અંતરધ્યાન થયાના સમાચાર મળતાં ભારે આઘાત લાગ્યો
અમરીશભાઇ ઠક્કરે જણાવ્યું હતું કે મોડી રાત્રે અમને સ્વામીજી અંતરધ્યાન થયા છે એવા સમાચાર મળતાં ભારે આઘાત લાગ્યો હતો, પરંતુ અમે અમારી જાતને ભાગ્યશાળી માનીએ છે કે અમને સ્વામી હરિપ્રસાદ જેવા સંત મળ્યા. તેમણે તેમનાં 50 વર્ષના જીવનમાં યુવાનો, યુવતીઓ, વડીલો અને બહોળા અમરીશ સમાજને દાસના દાસ કેવી રીતે વર્તી શકાય એવું આત્માનું જ્ઞાન પીરસ્યું છે. સ્વામીજી ભલે સ્વદેહે રહ્યા નથી, પરંતુ અમારા આત્મામાં કાયમ રહેશે. અમારા પર તેમના આશીર્વાદ કાયમ રહેશે. આ ભવમાં સ્વામીજીની ખોટ પૂરી શકાય તેમ નથી.