BJPની બેવડી નીતિ:પક્ષના સ્નેહમિલન કાર્યક્રમમાં હજારો ઊમટે તો વાંધો નહીં, વડોદરામાં વિઠ્ઠલનાથજીની નગરચર્યામાં માત્ર 15 લોકોને જ મંજૂરી, આઇસર ટેમ્પોમાં વરઘોડો નીકળ્યો

વડોદરા21 દિવસ પહેલા
15 વ્યક્તિને જ છૂટ સાથે પાલખીને આઈસરમાં મૂકીને વિઠ્ઠલનાથજીનો 212મો વરઘોડો કાઢવામાં આવ્યો હતો.
  • ભગવાન વિઠ્ઠલનાથજીની 212મી નગરચર્યામાં બેન્ડ કે ભજનમંડળીને સામેલ થવા મંજૂરી ન મળી
  • ટેમ્પો ઓછી સ્પીડે ચલાવવામાં આવ્યો, જેથી ભક્તો દૂરથી દર્શન કરી શક્યાં

આજે પ્રબોધિની એકાદશી નિમિત્તે માત્ર 15 વ્યક્તિને જ છૂટ સાથે પાલખીને આઈસરમાં મૂકીને વિઠ્ઠલનાથજીનો 212મો વરઘોડો કાઢવામાં આવ્યો હતો. માત્ર 15 લોકોની મંજૂરી મળતાં ભકતોમાં નારાજગી ફેલાઇ છે. એક તરફ સ્નેહ સંમેલનના નામે સરકાર હજારોની સંખ્યામાં કાર્યકરોની જનમેદની એકઠી કરી કાર્યક્રમો કરી રહી છે, ત્યારે કોરોના ગાઈડલાઈન્સ ભગવાનના વરઘોડામાં લાગુ કરાતી હોવાનો શહેરીજનોમાં કચવાટ જોવા મળ્યો હતો. રવિવારે ગિરનાર ખાતે લીલી પરિક્રમા કરવા હજારોની સંખ્યામાં લોકો ભેગા થઈને સરકારી નીતિનો વિરોધ કર્યો હતો.

આવતીકાલે મંગળવારે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની હાજરીમાં યોજનારા ભાજપના સ્નેહમિલનના કાર્યક્રમમાં 10 હજાર જેટલા ભાજપના કાર્યકરો હાજરી આપવાના છે, ત્યારે સામાજિક કાર્યકર સ્વેજલ વ્યાસે જણાવ્યું હતું કે, વડોદરા પોલીસ જો કાલે CMના પ્રોગ્રામમાં કે, સ્ટેજ પર માસ્ક વગરના લોકો પર કાયદેસરની કાર્યવાહી નહીં કરે તો અમે પોલીસની સામે કોર્ટમાં ફરિયાદ કરીશું. અમારી અગાઉ ભાજપના નેતાઓ પર સામે પ્રુફ સાથે કરવામાં આવેલી ફરિયાદનું કોઇ જ કાર્યવાહી કરવામાં આવી નથી અને શહેરના નાગરિકોને જ પોલીસ ટાર્ગેટ બનાવી દંડ વસુલે છે, જે યોગ્ય નથી કાયદો નેતાઓ અને નાગરિકો માટે એક જ હોવો જોઈએ

ગાયકવાડ પરિવારે ભગવાનની આરતી કરી
વિઠ્ઠલનાથજી મંદિરના પૂજારી હરિઓમ ગાંધીએ જણાવ્યું હતું કે આજે સવારે 9 વાગે ગાયકવાડ પરિવાર દ્વારા ભગવાનની આરતી કર્યા બાદ શ્રી વિઠ્ઠલનાથજીને સોના-ચાંદીની ભવ્ય પાલખીમાં બેસાડી વરઘોડાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. પોલીસ તંત્રની સૂચના મુજબ અને કોવિડ ગાઈડલાઈન્સ મુજબ ચાલુ વર્ષે માત્ર 15 લોકોને જ વરઘોડામાં સામેલ થવાની પરમિશન મળી હતી. આ ઉપરાંત ભગવાનની પાલખીને આઇસર ટેમ્પોમાં બેસાડીને લીલુવાડીમાં સ્થિત શ્રી ગહીનાબાઈ મહાદેવ ખાતે લઈ જવાયા હતા.

સવારે 9 વાગે ગાયકવાડ પરિવાર દ્વારા ભગવાનની આરતી કર્યા બાદ શ્રી વિઠ્ઠલનાથજીને સોના-ચાંદીની ભવ્ય પાલખીમાં બેસાડી વરઘોડાનો પ્રારંભ કરાવવામાં આવ્યો.
સવારે 9 વાગે ગાયકવાડ પરિવાર દ્વારા ભગવાનની આરતી કર્યા બાદ શ્રી વિઠ્ઠલનાથજીને સોના-ચાંદીની ભવ્ય પાલખીમાં બેસાડી વરઘોડાનો પ્રારંભ કરાવવામાં આવ્યો.

ભક્તોએ દૂરથી ભગવાનનાં દર્શન કર્યાં
વરઘોડાનો રૂટ યથાવત્ રાખવામાં આવ્યો છે. જ્યારે રૂટ પર પાલખી મુકાયેલો ટેમ્પો ઓછી સ્પીડે ચલાવવામાં આવ્યો હતો, જેથી ભક્તો દૂરથી જ ભગવાનનાં દર્શન કરી શકે. આજે સવારે 3 વાગે મંદિરમાં મંગળા આરતી, સવારે 7 વાગે શૃંગાર આરતી, સવારે 8 વાગે રાજભોગ આરતી, સવારે 9 વાગે વરઘોડાની આરતી યોજાઇ હતી. ત્યાર બાદ રાતે 9:30 વાગે શયન આરતી યોજાશે. મંદિરમાં રાતે 10થી 12 વાગ્યા વચ્ચે શાસ્ત્રોક્ત વિધિ મુજબ તુલસી લગ્ન યોજાશે, જેમાં ભક્તો ઉપસ્થિત રહી શકશે.

ટેમ્પો ઓછી સ્પીડે ચલાવવામાં આવ્યો, જેથી ભક્તો દૂરથી દર્શન કરી શક્યા.
ટેમ્પો ઓછી સ્પીડે ચલાવવામાં આવ્યો, જેથી ભક્તો દૂરથી દર્શન કરી શક્યા.

ભગવાન વિઠ્ઠલનાથજી બેન્ડ બાજા વિના ટેમ્પોમાં પરણવા નીકળ્યા
આ વર્ષે વરઘોડાને શરતી મંજૂરી મળતાં માત્ર મર્યાદિત જાનૈયાઓની ઉપસ્થિતિમાં ભગવાન વિઠ્ઠલનાથજી બેન્ડ બાજા વિના ટેમ્પોમાં પરણવા નીકળ્યા હતા. ગાયકવાડ પરિવાર દ્વારા વિઠ્ઠલનાથજી ભગવાનનું પરંપરાગત પૂજન-અર્ચન કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ કોવિડ ગાઇડલાઈન્સ અનુસરી પોલીસના નિર્દેશ મુજબ મર્યાદિત ભક્તોની હાજરીમાં ટેમ્પોમાં વરઘોડો કાઢવામાં આવ્યો હતો. જ્યારે ભગવાન રણછોડજીનો વરઘોડો રાત્રે 8 કલાકે નીકળી એમજી રોડ પર આવેલા મહાલક્ષ્મી મંદિરે જઈને તુલસીજી સાથે ભગવાનના લગ્ન થાય છે. જે આજે સાંજે બેન્ડ બાજા વિના મર્યાદિત ભક્તોની હાજરીમાં નીકળશે.

ભગવાન વિઠ્ઠલનાથજીની 212મી નગરચર્યામાં બેન્ડ કે ભજન મંડળીને સામેલ થવા મંજૂરી ન મળી.
ભગવાન વિઠ્ઠલનાથજીની 212મી નગરચર્યામાં બેન્ડ કે ભજન મંડળીને સામેલ થવા મંજૂરી ન મળી.

ગોવર્ધનનાથજી હવેલીમાં તુલસી વિવાહનાં દર્શન
અલકાપુરી ગોવર્ધનનાથજી હવેલીમાં 15 નવેમ્બરે તુલસી વિવાહનું આયોજન કરવામાં આવ્યું છે. શ્રી ગોવર્ધનનાથજીની હવેલી ખાતે સોમવારે સવારે 7:30થી 8 વાગે મંગળા દર્શન, સવારે 9:45થી 10:15 વાગે મંડપનાં દર્શન,સવારે 10:30થી 10:35 મંડપ આરતીનાં દર્શન, સવારે 11:15થી 11:45 વાગે રાજભોગ દર્શન, બપોરે 4:30થી 4:35 વાગે ઉત્થાપન દર્શન, સાંજે 5થી 5:30 વાગે સંધ્યા દર્શન અને સાંજે 6:30 થી 7:30 સુધી શયન દર્શનમાં તુલસી વિવાહનાં દર્શન યોજાશે.

અન્ય સમાચારો પણ છે...