તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સમય બળવાન:ભાજપમાં 2015માં ટિકિટ નક્કી કરનાર 2021માં પોતાની ટિકિટ ન લાવી શક્યા

વડોદરા24 દિવસ પહેલાલેખક: નિશાંત દવે
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • ભરત ડાંગર અને ડો. વિજય શાહનું અપ-ડાઉન

જપના હોદ્દેદારો માટે સમય બળવાન છે તે ઉક્તિ બિલકુલ યોગ્ય ઠરે છે. બે ટર્મ સુધી શહેર અધ્યક્ષ રહી ચુકેલા ડો ભરત ડાંગર ને પાલિકાની બે ચૂંટણીમાં ઉમેદવારો નક્કી કરવાનો મોકો મળ્યો હતો. 2010-15ના બોર્ડમાં સ્થાન મેળવનાર પૈકી સ્થાયીના તત્કાલિન અધ્યક્ષ ડો વિજય શાહ, જીતેન્દ્ર પટેલ, ડો.હિતેન્દ્ર પટેલ, મનોજ પટેલ, સુનિલ સોલંકી, કુમુદબેન વસાવા , ચિરાગ બારોટ ,ભરત પટેલ 2015-20ના બોર્ડ માટે રિપિટ થયા ન હતા. આ તમામ 2021માં રાજકીય ફલક પર પાછા આવ્યા છે.

પાલિકા માટે વર્ષ 2015માં પોતાની ટિકિટ ન મેળવી શકનાર ડો. વિજય શાહ 2020માં શહેર ભાજપના અધ્યક્ષ બન્યા છે અને પાલિકામાં ટિકિટ આપવામાં નક્કી કરવામાં મહત્ત્વની ભૂમિકા અદા કરી હતી. આ સિવાય શહેર ભાજપના નવા સંગઠનમાં જીતેન્દ્ર પટેલ, સુનિલ સોલંકી, ભરત પટેલ અને ટિકિટ માટે સામેથી અનિચ્છા દર્શાવનાર સુનીતા શુક્લને સંગઠનમાં હોદ્દો આપવામાં આવ્યો છે. જ્યારે, પાલિકાની ચૂંટણી માટે ટિકિટ લાવવામાં રાખી શાહ, ડો. હિતેન્દ્ર પટેલ, મનોજ પટેલ સફળ થયા છે.

આ સિવાય, કુમુદબેન વસાવાએ તેમના પુત્રવધૂને ટિકિટ અપાવી છે. તેવી જ રીતે, ગત ચૂંટણીમાં હારી ગયા હોવા છતાં આ વખતે ફરીથી ટિકિટ લાવવામાં પરાક્રમસિંહ જાડેજા, બંદીશ શાહ, રૂચી શેઠ સફળ થયા છે.વિધિની વક્રતા કેવી છે તેનો દાખલો પાલિકા માટે ટિકિટ વહેંચણીને લઇને ભાજપમાં સર્જાયો છે. 2009થી 2016 સુધી ભાજપના શહેર અધ્યક્ષ રહેલા ડૉ. ભરત ડાંગર આ વખતે પાલિકામાં પોતાની જ ટિકિટ લાવવામાં સફળ થઇ શકયા નથી.

યોગાનુયોગ ભાજપમાંથી 2015માં જેમની ટિકિટ કપાઈ હતી, તેવા ડો વિજય શાહ તે વખતે માત્ર દાવેદાર હતા અને તે સમયે ડો ભરત ડાંગર શહેર ભાજપના અધ્યક્ષ હતા. જયારે, આ વખતે ડો વિજય શાહ શહેર ભાજપના અધ્યક્ષ છે તો પૂર્વ મેયર અને પૂર્વ અધ્યક્ષ ડો ભરત ડાંગર માત્ર દાવેદાર પૂરતા સીમિત રહ્યા હતા. જેમાંયે, પૂર્વ મેયરને ટિકિટ નહીં આપવાનો નવો નિયમ મોવડી મંડળમાંથી છેલ્લી ઘડી આવતા ભરત ડાંગરને પાલિકાની ટિકિટમાંથી સીધા બાકાત રખાયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો