ચાર્ટર્ડ એકાઉટન્સીના વિદ્યાર્થીઓ માટે અગાઉ 5000 પેજનો કોર્સ હતો જે હવે ટૂંકાવીને 2000 પેજનો કરવામાં આવી રહ્યો છે. કોર્સમાં પુસ્તકોના વાંચનની સાથે પ્રેક્ટિકલ ટ્રેનિંગનું મહત્વ વધ્યું છે. 3 વર્ષની આર્ટિકલશિપમાં અગાઉ 9 મહિનાની પ્રેક્ટિકલ ટ્રેનિંગ હતી જે વધારીને 12 મહિનાની કરવામાં આવી છે. આ ઉપરાંત સીએ ફાઇનલમાં એક પેપર પોતાના ચોઇસના વિષયનું ઓપન બૂક એકઝામ સાથેનું અમલમાં મૂકાયું છે.
શનિવારે શહેરમાં યોજાયેલી સીએના વિદ્યાર્થીઓની કોન્ફરન્સમાં તજજ્ઞોએ મત વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, કોરોના કાળથી સીએની એક્ઝામ ઓનલાઇન કરાઇ છે. હાલમાં દર વર્ષે 70 લાખ વિદ્યાર્થીઓ છે, જે પૈકી 30 લાખ વિદ્યાર્થીઓ વિવિધ પરીક્ષાઓ આપે છે જેમના પેપર ઓનલાઇન તપાસાઇ રહ્યાં છે. આ કોન્ફરન્સમાં 250 વિદ્યાર્થીઓ દેશભરમાંથી આવ્યાં હતા. જ્યારે 250 વિદ્યાર્થીઓએ ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવ્યાં હતા.
વિકાસા, વડોદરાના ચેરમેન સીએ મનીષ શાહુએ જણાવ્યું કે, કોન્ફરન્સના આયોજનથી આજ દિન સુધી 30 દિવસમાં 200 કિલો પ્લાસ્ટિક વેસ્ટ સર્જાયો હતો. જે અન્વેષા ફાઉન્ડેશન પાસેે રિસાઇકલ કરાવી તેમાંથી આવક થશે તેને જરૂરિયાતમંદ વિદ્યાર્થી માટે વાપરીશું. આ માટે વર્લ્ડ ટેલેન્ટ ઓર્ગેનાઇઝેશનનું સર્ટિફિકેશન વિકાસા વડોદરાને એનાયત કરાયું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.