સફાઈ:દેશના સૌથી સ્વચ્છ દસમા શહેરની આ છે હાલત, શહેરમાં ગંદકીના ઢગલા ઠેરના ઠેર

વડોદરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરમાં ગંદકીના ઢગલા - Divya Bhaskar
શહેરમાં ગંદકીના ઢગલા
  • વર્ષે 5 હજાર સફાઈ સેવકો ને સેનિટેશનના પગાર પાછળ જ 50 કરોડ સાથે કુલ 125 કરોડનો ખર્ચ છતાં ગંદકી સવાઇ સાબિત થઇ રહી છે

સ્વચ્છતામાં ભલે વડોદરાને દેશમાં દસમું સ્થાન મળ્યું છે, પણ શહેરમાં ગંદકીના ઢગલા ઠેરના ઠેર છે. વર્ષે સવાસો કરોડનો ખર્ચો માત્ર સફાઈ પાછળ થઈ રહ્યો હોવા છતાં તેની ગંભીરતા રખાતી નથી. ડોર-ટુ-ડોર, ઓપન સ્પોટની સફાઈ, સફાઈ કામદારો દ્વારા થતી સફાઈ પાછળ દર વર્ષે 50 કરોડથી વધુનો ખર્ચ કરાય છે. જ્યારે ઝાડું, ટોપલી સહિતની સામગ્રીની ખરીદી તેમજ પગાર મળી કુલ સવા સો કરોડ સફાઈનું બજેટ છે.

અધધ ખર્ચ કરવા છતાં ન્યૂ વીઆઇપી રોડ ખોડિયાર નગર ચાર રસ્તાથી આજવા રોડ, સયાજીપુરા રોડ, ચાર દરવાજા, સરદાર એસ્ટેટ રોડ, વાઘોડિયા રોડ, તરસાલી, સોમા તળાવ રોડ, હરણી-વારસિયા રિંગ રોડ, કિશનવાડી, ગોરવા, ગોત્રી સહિતના વિસ્તારોમાં રોડ પર જ કચરાના ઢગલા જોવા મળે છે.

વાસણા રોડ પર વુડાના મકાન પાસેઃ

વહીવટી વોર્ડ 11ના અર્બન હેલ્થ સેન્ટર સામેઃ

અન્ય સમાચારો પણ છે...