તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
31મી ડિસેમ્બરે શહેર જીલ્લાના વિવિધ રિસોર્ટ અને ફાર્મ હાઉસમાં પાર્ટીના નામે જાહેરાતો કરીને લોકોને લાલચ આપવામાં આવી રહી છે પણ શહેર જીલ્લામાં કોઇ પણ સ્થળે પાર્ટીને મંજુરી નથી તેમ પોલીસે સ્પષ્ટપણે જણાવ્યું હતું. પોલીસે ચીમકી આપી હતી કે કોઇ પણ સ્થળે થર્ટી ફર્સ્ટની પાર્ટી કે કોઇ પણ કાર્યક્રમને મંજુરી અપાઇ નથી અને જયાં પણ સરકારની કોરોના ગાઇડ લાઇનનો ભંગ થતો હશે તો પોલીસ તેની સામે કડક કાર્યવાહી કરશે. ઉલ્લેખનિય છે કે વડોદરા શહેર જિલ્લા અને પંચમહાલમાં આવેલા 15થી વધુ નાના મોટા રિસોર્ટ તથા ફાર્મ હાઉસ અને હોટેલ્સમાં પાર્ટીનું આયોજન કરાયું હોવાની જાણ થતાં વડોદરા શહેર જીલ્લાના ઘણા લોકોએ બુકીંગ પણ કરાવી લીધું હોવાનું બહાર આવ્યું હતું.
થર્ટી ફર્સ્ટની પાર્ટીની તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી હતી અને ખાસ કરીને યુવા ધનને કેટલાક રિસોર્ટસ દ્વારા ગેટ ટુ ગેધરીંગ ના નામે નવા વર્ષની ઉજવણીની પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હોવાનું જણાવતા મેસેજિસ સોશિયલ મિડીયામાં પ્રસારીત થયા હતા જેથી વડોદરા શહેરના લોકોએ 15થી વધુ રિસોર્ટસ અનેફાર્મ હાઉસનો સંપર્ક કરી માહિતી મેળવ્યા બાદ બુકીંગ પણ કરાવ્યું હતું. આ પાર્ટીમાં ડીજે પાર્ટી તથા બારબેક્યું તથા સવારે 8થી રાત્રે8 સુધીના ગાળામાં પાર્ટીનું આયોજનનો સમાવેશ થાય છે.
જો કે જિલ્લા પોલીસ વડા સુધીરકુમાર દેસાઇએ સ્પષ્ટ પણે જણાવ્યું હતું કે જિલ્લાના કોઇ પણ રિસોર્ટ કે ફાર્મ હાઉસ અને હોટેલમાં પાર્ટીને મંજુરી અપાઇ નથી. જીલ્લામાં ભલે કરફ્યુ નો અમલ ના થતો હોય પણ દિવસે અને રાત્રે લોકો ભેગા થઇને જો સરકારની કોરોના ગાઇડ લાઇનનો ભંગ કરતા પકડાશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરાશે. તેમણે જણાવ્યું હતું કે જીલ્લાના તમામ ફાર્મ હાઉસ અને રિસોર્ટ પણ પોલીસની બાજ નજર રહેશે તથા સઘન નાકાબંધી અને વાહન ચેકીંગ કરી નશો કરીને ફરતાં તત્વો સામે પણ કાર્યવાહી કરાશે.
શહેરમાં આજે પોલીસનો કાફલો રસ્તા ઉપર રહેશે
થર્ટી ફર્સ્ટની ઉજવણીને અનુંલક્ષીને વડોદરા શહેરપોલીસે પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે. શહેરના તમામ ચેકપોઇન્ટ અને નાકાબંધી પોઇન્ટ ઉપર સાંજ બાદ પોલીસનું સઘન ચેકીંગ શરુ કરાશે. શહેર પોલીસનો 90 ટકા કાફલો એટલે કે 2500થી વધુ પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ ગુરુવારે રસ્તા ઉપર ઉતરશે. જેમાં 22 પોલીસ મથકોનો સ્ટાફ ઉપરાંત ક્રાઇમબ્રાન્ચ, એસઓજી, પીસીબી શાખાની ટીમોનો પણ સમાવેશ થાય છે. સાંજે 6 વાગ્યાથી શહેરમાં સઘન વાહન ચેકીંગ શરુ કરાશે. આ ઉપરાતં સીસી ટીવી નેટવર્કના આધારે પણ પોલીસ વિવિધ વિસ્તારોમાં ચાંપતી નજર રાખશે. શહેરમાં પણ કોઇ પણ હોટેલ કે ફાર્મ હાઉસમાં પાર્ટીને મંજુરી અપાઇ નથી તથા સોસાયટીમાં કે એપાર્ટમેન્ટના પાર્કીંગમાં પણ ભેગા થવા ઉપર પ્રતિબંધ મુકાયો છે . રાત્રે 9 વાગ્યા બાદ રાત્રી કફર્યુનો ચુસ્ત અમલ કરાશે.
કેટલાક રિસોર્ટમાં 1 દિવસના 10થી 15 હજારમાં બુકીંગ શરુ કરાયું હતું
થર્ટી ફર્સ્ટની ઉજવણીની પાર્ટીનું આયોજન કરાયું હોવાના મેસેજીસ પ્રસારીત કરીને કેટલાક રિસોર્ટસના આયોજકોએ લોકોને લલચાવવાના પ્રયાસ કર્યા હતા જેથી શહેરના ઘણા લોકોએ આ રીસોર્ટસમાં 10થી 15 હજારના પેકેજમાં બુકીંગ પણ કરાવ્યું હોવાનું જાણવા મળ્યું હતું. જો કે જીલ્લા પોલીસે જણાવ્યું હતું કે કોઇ પણ રીસોર્ટને મંજુરી અપાઇ નથી.
સાવલી રિપેરીયા રિસોર્ટે રાત્રે 12 સુધી પાર્ટી માટે માગેલી મંજુરી માટે ઇનકાર
જિલ્લા પોલીસ સુત્રોએ જણાવ્યું હતું કે સાવલીના રિપેરીયા રિસોર્ટ દ્વારા રાત્રે થર્ટી ફર્સ્ટની રાત્રે 12 વાગ્યા સુધી પાર્ટીના આયોજન માટે મંજુરી માંગવામાં આવી હતી પણ સાવલી પોલીસ દ્વારા રિપેરીયા રિસોર્ટમાં કોઇ પણ પ્રકારની પાર્ટીને મંજુરી અપાઇ ન હતી. પોલીસે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે સરકારની કોરોના ગાઇડલાઇન નો ભંગ થશે તો ગુનો નોંધાશે. જો ક પાર્ટીને મંજૂરી મળી ગઇ હોવાની વાતો વહેતી થઇ હતી.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.