પાસાની કાર્યવાહી:વડોદરામાં થર્ટી ફર્સ્ટ પહેલા ચાર બુટલેગરની પાસા હેઠળ અટકાયત કરીને જુદી-જુદી જેલમાં મોકલી અપાયા

વડોદરા9 મહિનો પહેલા
  • કૉપી લિંક
ચારેય ઓરોપીઓને રાજ્યની જુદી-જુદી જેલમાં પાસા હેઠળ મોકલી આપવામાં આવ્યા છે - Divya Bhaskar
ચારેય ઓરોપીઓને રાજ્યની જુદી-જુદી જેલમાં પાસા હેઠળ મોકલી આપવામાં આવ્યા છે
  • આરોપીઓને જૂનાગઢ, જામનગર અને રાજકોટ સેન્ટ્રલ જેલમાં મોકલાયા

આગામી દિવસોમાં નાતાલ અને 31 ડિસેમ્બરના તહેવારોને ધ્યાનમાં રાખીને દારૂ સાથે ઝડપાયેલા ચાર ઓરોપીઓને રાજ્યની જુદી-જુદી જેલમાં પાસા હેઠળ મોકલી આપવામાં આવ્યા છે.

ચારેય આરોપીઓનો ગુનાઇત ભૂતકાળ ધરાવતા હતા
થર્ટી ફસ્ટને ધ્યાનમાં રાખતા વડોદરા શહેર સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા અલગ-અલગ પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલા ચાર આરોપીઓ જામીન પર મુક્ત થતાં ચારેય આરોપીઓનો ગુનાઇત ભૂતકાળ હોવાથી પાસા હેઠળ અટકાયતમાં લઇ રાજ્યની જેલોમાં મોકલી આપવામાં આવ્યા છે.

પાસાની કાર્યવાહી કરી તે આરોપીઓ
(1) જાવેદ ઉર્ફે મુલ્લો ગુલામરસુલ શેખ (રહે. કમાટીપુરા, ફતેગંજ, વડોદરા શહેર) ને જૂનાગઢ મધ્યસ્થ જેલમાં મોકલાયો.
(2) રીયાઝ ગુલામરસુલ શેખ (રહે. કમાટીપુરા, ફતેગંજ, વડોદરા શહેર)ને જામનગર મધ્યસ્થ જેલમાં મોકલાયો.
(3) ફરાનખાન યાસીનખાન પઠાણ (રહે. કમાટીપુરા, ફતેગંજ, વડોદરા શહેર)ને રાજકોટ સેન્ટ્રલ જેલમાં મોકલાયો.
(4) શકીલ મલંગમીયા શેખ (રહે. સોદાગર આઇસ ફેક્ટરીના કંમ્પાઉન્ડમાં, પ્રતાપગંજ, વડોદરા શહેર) ને રાજકોટ સેન્ટ્રલ જેલમાં મોકલાયો.

આરોપીઓને જૂનાગઢ, જામનગર અને રાજકોટ સેન્ટ્રલ જેલમાં મોકલાયા
આરોપીઓને જૂનાગઢ, જામનગર અને રાજકોટ સેન્ટ્રલ જેલમાં મોકલાયા

આ પહેલા એક આરોપીને પાસા હેઠળ જેલમાં મોકલાયો હતો
6 દિવસ પહેલા જ વડોદરામાં આર્યુવેદિક સીરપની આડમાં આલ્કોહોલ મિશ્રિત દારૂ બનાવવાના કેસમાં આરોપી નીતિન કોટવાણી પીસીબીએ પાસા હેઠળ ભુજ સેન્ટ્રલ જેલમાં મોકલી આપ્યો હતો. કોરોના કાળ દરમિયાન ડુપ્લિકેટ સેનિટાઈઝર બનાવવાના ગુનામાં ઝડપાયેલો નિતીન કોટવાણી ચાર માસ જેલવાસ ભોગવીને જામીન પર છુટ્યો હતો. જામીન પર છૂટ્યા બાદ તેણે આર્યુવેદિક સીરપની આડમાં દારૂ બનાવવાની પ્રવૃત્તિ શરૂ કરી હતી.દરમિયાનમાં પીસીબીને બાતમી મળી હતી કે, શેડ નં. એ – 74, દુર્ગા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ, જૈન દેરાસર સામે, સાંકરદા ગામે, સયાજીપુરા એ.પી.એમ.સી. માર્કેટમાં તેમજ ગોરવા જી.આઈ.ડી.સી. પ્લોટ નં. 2ના બીજા માળે હર્બલ પ્રોડક્ટની આડમાં આલ્કોહોલ મિશ્રત પ્રોડક્ટ બનાવાય છે. પીસીબીએ સીરપની આડમાં દારૂ બનાવતી ફેક્ટરીઓ પર દરોડો પાડી 1 કરોડ 5 લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...