• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • 'Third Wave Infection Is Coming Soon But If The Symptoms Are Mild Quarantine You Can Save Others From Infection', 1500 Patients Are In Home Isolation In Vadodara

દર્દીઓના ઘરેથી ભાસ્કર નો ગ્રાઉન્ડ રિપોર્ટ:‘ત્રીજી લહેરમાં ચેપ જલ્દી લાગી રહ્યો છે પણ લક્ષણો હળવાં ક્વોરન્ટાઇન રહેશોે તો બીજાને સંક્રમણથી બચાવી શકશો’, વડોદરામાં 1500 દર્દી હોમ આઈસોલેશનમાં છે

વડોદરા5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ત્રણેય વેવમાં ઘરથી બહાર ન નીકળવા છતાં બીજા અને ત્રીજા વેવમાં સંક્રમિત થયેલાં મિત્તલ ચોક્સી કહે છે કે, ‘કોરોના વાઇરસનો કોઇ ભરોસો નહીં, પણ બિનજરૂરી ગભરાટ ન રાખશો...’
  • મોટાભાગના લોકોને પરિવારમાંથી જ ચેપ લાગ્યો, ઉકાળા અને પૌષ્ટિક આહાર લીધો હોવાથી વાઇરસની ઝાઝી અસર ન વર્તાઇ હોવાનો મત
  • સમયસર નિદાન અને સારવારથી 2 દિવસમાં જ મહદઅંશે રાહત થઇ જતી હોવાનો અનુભવ

વડોદરામાં હોમ આઇસોલેશનમાં સારવાર લેતા લોકોની સંખ્યા 1502 પર પહોંચી ગઇ છે. શહેરમાં સંખ્યાબંધ પરિવારો એવા છે જેમાં બે કે તેથી વધુ સભ્યો સંક્રમિત થયા છે અને હોમ આઇસોલેશનમાં સારવાર લઇ રહ્યાં છે. દિવ્ય ભાસ્કરની ટીમે ઘરે જઇને આઇસોલેશનમાં રહેતા પરિવારો સાથે રૂબરૂ મુલાકાત કરી અને તેઓ પોતાનું ક્વોરન્ટાઇન કેવી રીતે પસાર કરી રહ્યાં છે, કોરોનાને માત આપવા માટે શું કરી રહ્યાં છે તે જાણવાની કોશિશ કરી હતી.

બધા જ દર્દીઓએ કહ્યું કે, અમને પહેલા શરદી થઇ હતી, શરીરમાં કળતર થયું, તબીબ પાસે ગયા અને તેમની સલાહથી છેવટે રિપોર્ટ કઢાવતાં પોઝિટિવ આવ્યાં. જોકે દવાઓ લેવાની શરૂ કરતા જ રાહત થવાની શરૂ થઇ ગઇ. તેમણે કહ્યું કે, ‘ કોરોના વાઇરસનો કોઇ ભરોસો નહીં, ખૂબ જ સાવચેતી અનિવાર્ય લક્ષણો જણાય તો રિપોર્ટ કઢાવી લેવો, સમયસર દવા લઇ લેવી અને ક્વોરન્ટાઇન થઇ અન્ય લોકોને ચેપથી બચાવી શકો છો.

હું તો ત્રણેય વેવમાં ઘરની બહાર પણ નીકળી સુદ્ધાં નથી છતાં બે વાર પોઝિટિવ આવી
કોરોના થયો ત્યારથી હું સાવચેતી ખાતર ઘરની બહાર નીકળતી જ નથી. પહેલા વેવમાં પૂરતી સાવચેતી રાખી પણ કોરોના થયો ન હતો. બીજા વેવમાં માર્ચ મહિનામાં પોઝિટિવ રિપોર્ટ આવ્યો. મને નવાઇ લાગી હતી. ત્યારે તાવ આવ્યો હતો., નબળાઇ પણ આવી હતી. પણ બીજીવાર આ વેવમાં આવ્યો તે નવાઇ લાગે છે. મે માત્ર આઇસક્રીમ ખાઘો હતો. ત્યારબાદ તબિયત બગડી હતી. ઘરની બહાર નીકળી સુદ્ધા નથી છતાં બે વાર પોઝિટિવ આવી છું. જોકે હાલમાં હું દવાઓ નિયમિત લઉ છું અને રૂમમાં આઇસોલેટ જ રહું છું. દવા ચાલુ થયા બાદ રાહત છે. રૂમમાં તડકો આવે ત્યારે તેમાં ચોક્કસ બેસુ છું. નિયમિતપણે ઉકાળા અને પોષ્ટિક ખોરાક લીધો હોવાથી કોઇ ગંભીર લક્ષણો જોવા મળ્યાં નથી.

પુત્રી પોઝિટિવ આવ્યા બાદ પરિવારમાં ત્રણ પોઝિટિવ થયાં, હાલ જુદા જુદા રૂમમાં આઇસોલેટ
પહેલા શરીરમાં દુખાવો થાય છે, શરદી થાય અને સહેજ ખાંસી થાય છે. તાવ આવવા માંડે છે. રિપોર્ટ કઢાવ્યો ત્યારે પોઝિટિવ આવ્યો. તે અગાઉ મારી પુત્રી પોઝિટિવ આવી હતી તેને ખાંસી અને ગળામાં દુ:ખાવો થયો હતો. મારા બાદ મારી પત્નીનો અને પછી દોહિત્રીનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો. હાલમાં અમે ચારેય ત્રણ જુદા જુદા રૂમમાં રહીએ છીએ. પાડોશીઓનો સપોર્ટ સારો છે,ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ ફ્રી ફૂડ મોકલાવે છે જેથી મોટી રાહત થઇ છે. બેદિવસ બાદ તો 70 ટકા જેટલી રાહત થઇ જાય છે.

એક સભ્યનો ચેપ અન્ય બેને લાગ્યો: સતત ઓક્સિજન લેવલ, બોડી ટેમ્પરેચર અને પલ્સ રેટ અંગે તબીબને જાણ કરીએ છીએ
અમે નિયમિતપણે તબીબના સંપર્કમાં છીએ. મારા વાઇફ બહારગામથી પરત આવ્યાં બાદ તેમને લક્ષણો જોવાયા, પોઝિટિવ થયા અને પછી હું અને મારો પુત્ર પોઝિટિવ થયા છીએ. અમને સખત નબળાઇ અનુભવાઇ રહી છે. પણ તબીબના સંપર્કમાં સતત રહીએ છીએ. અમે ત્રણ બાબતોનો ચાર્ટ બનાવીને તબીબને મોકલીએ છીએ. જેમાં એસપીઓટુ, તાપમાન અને પલ્સરેટનો સમાવેશ થાય છે. કોરોનાથી ગભરાવા જેવું નથી. એકવાર દવા ચાલુ થાય પછી સુધારો આવતો જાય છે.અમે રોજનો કચરો પ્લાસ્ટિકની વિશેષ બેગમાં ભરીને મૂકી દઇએ છીએ અને તેને લઇ જવામાં આવે છે. જમવાનું સમયસર અને યોગ્ય મળવાથી અમે આખો દિવસ હળવાશમાં પસાર કરી શકીએ છીએ.

આઇસક્રીમ સહેજ વધારે પડતો ખવાઇ ગયો હતો બીજા દિવસે રિપોર્ટ કરાવ્યો તો પોઝિટિવ આવ્યો
મને ડાયાબિટિસ છે અને શરદી-કફ પહેલાથી જ છે. એક દિવસ આઇસક્રીમ સહેજ વધુ પડતો ખવાયા બાદ તબિયત સહેજ બગડી હતી. બીજા દિવસે વધુ તબિયત બગડતા તબીબની સલાહથી આરટીપીસીઆર કઢાવ્યો જે પોઝિટિવ આવ્યો હતો. ત્યારબાદ મારા પત્નીનો પણ રિપોર્ટ પોઝિટિવ આવ્યો. હાલમાં અમને કશું થતું નથી. બે દિવસથી કોરોના મટી ગયો હોય તેવું લાગે છે.

અન્ય સમાચારો પણ છે...