ચોરી:મચ્છરની જાળીમાં હોલ પાડી ચોર ઘૂસ્યા,1.90 લાખની ચોરી

વડોદરા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • વાઘોડિયા રોડ પલ્લવ પાર્કમાં વૃદ્ધ દંપતી બુધવારે રાત્રે જમીને સૂઈ ગયા બાદ રોકડ-દાગીના ચોરાયા

શહેરના વાઘોડિયા રોડ પર આવેલી પલ્લવપાર્ક સોસાયટીમાં રહેતા વૃદ્ધ દંપતીના ઘરમાં મોડી રાતે ત્રાટકેલા તસ્કરો તિજોરીમાં રાખેલા રોકડા 1 લાખ અને 90 હજારના સોના-ચાંદીનાં ઘરેણાં મળી કુલ રૂા. 1.90 લાખની ચોરી કરી ફરાર થયા હતા. પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી હતી. શહેરના વાઘોડિયા રોડ પર આવેલી પલ્લવપાર્ક સોસાયટીમાં સ્મિતાબેન પ્રદીપકુમાર શાહ (ઉ.60)એ પોલીસને જણાવ્યું હતું કે, તેઓ પતિ સાથે રહે છે અને તેમનાં બંને સંતાનો વિદેશમાં અભ્યાસ કરે છે.

બુધવારે રાત્રે તેઓ જમી પરવારી બેડરૂમમાં સૂઈ ગયાં હતાં. જ્યારે તેમના પતિ ટીવી જોતા જોતા સોફા ઉપર સૂઈ ગયા હતા. ત્યારે મોડી રાત્રે તેઓ બાથરૂમ જવા માટે ઉઠ્યા હતા. દરમિયાન બેડરૂમની બંને તિજોરીઓ ખુલ્લી જણાઈ હતી. તેમજ તિજોરીનો સર સામાન વેરવિખેર જોવા મળ્યો હતો. જેથી આ અંગે પતિને જાણ કરી હતી. ત્યારબાદ વૃદ્ધ દંપતીએ તપાસ કરતા તિજોરીમાં રાખેલા રોકડ રૂ. 1 લાખ અને 90 હજારના સોનાચાંદીના ઘરેણાં મળી કુલ રૂ, 1.90 લાખની ચોરી થઇ હતી.

તપાસમાં તસ્કરોએ રાત્રે 1-30 થી 2-30 વાગ્યાના ગાળામાં મુખ્ય દરવાજાની લોખંડની ગ્રીલને લગાવેલી મચ્છરની જાળીને હોલ પાડીને હેન્ડલ ખોલી ઘરમાં પ્રવેશી ચોરી કરી હોવાનું બહાર આવ્યું હતું. જેથી બનાવ અંગે તેઓએ પાણીગેટ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે વિવિધ લોકોના નિવેદનો લીધા હતા.

અન્ય સમાચારો પણ છે...