તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તસ્કરો બેફામ:દિવાળીના દિવસે સાવલીના ગોઠડા ગામમાં તસ્કરોનો તરખાટ, બંધ પ્રોવિઝન સ્ટોરને નિશાન બનાની 60 હજારની ચોરી કરી

સુરત5 મહિનો પહેલા
તાળું અને નકુચો તોડી તસ્કરોએ પ્રોવિઝન સ્ટોરમાં પ્રવેશ કર્યો હતો. - Divya Bhaskar
તાળું અને નકુચો તોડી તસ્કરોએ પ્રોવિઝન સ્ટોરમાં પ્રવેશ કર્યો હતો.
  • મોબાઈલ સહિત 60 હજારની માલમત્તાની ચોરી કરી તસ્કરો પલાયન
  • 15 દિવસમાં ત્રીજો ચોરીનો બનાવ બનતાં ગ્રામજનોમાં રોષ
  • પોલીસની રાત્રી પેટ્રોલિંગની કામગીરી શંકાના દાયરામાં આવી

દિવાળીના તહેવારોમાં પણ તસ્કર ટોળકીનો તરખાટ યથાવત રહેવા પામ્યો છે.સાવલીના ગોઠડા ગામે છેલ્લા 15 દિવસમાં આજે દિવાળીના દિવસે ચોરીનો ત્રીજો બનાવ બનતાં પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉઠવા પામ્યા હતા. દરમિયાન વડોદરાના સાવલી તાલુકાના ગોઠડા ગામમાં એક દુકાનને તસ્કરોએ નિશાન બનાવી હતી. તસ્કર ટોળકી મોબાઈલ સમેત અંદાજીત 50થી 60 હજારની માલમત્તાની ચોરી કરી પલાયન થઈ ગયા હતા. જેથી પોલીસના રાત્રી પેટ્રોલિંગના ધજાગરા ઉડ્યા હતા.

પ્રોવિઝન સ્ટોર ખોલવા જતા તાળું અને નકુચો તૂટેલી હાલતમાં નજરે પડ્યો
વડોદરા જીલ્લાના સાવલી તાલુકામાં આવેલા ગોઠડા ગામમાં ભદ્રેશભાઈ ભાઈલાલભાઈ શાહ અનાજ,કરિયાણું સહિતનો પ્રોવિઝન સ્ટોર ધરાવે છે.ગતરાત્રે તેઓ રાબેતા મુજબ 9 વાગ્યે પ્રોવિઝન સ્ટોર બંધ કર્યો હતો.આજે સવારે 4 થી 4:30 વાગ્યાના સુમારે તેઓ પ્રોવિઝન સ્ટોર ખોલવા જતા તાળું અને નકુચો તૂટેલી હાલતમાં નજરે પડ્યો હતો.જેઓએ પ્રોવિઝન સ્ટોરમાં તપાસ કરતાં એક મોબાઈલ ફોન અને ગલ્લામાં મુકેલા 40 થી 45 હજાર રોકડ જણાઈ આવી ન હતી.

ચોરી થઈ હોવાની વાત વાયુ વેગે પ્રસરતાં ગ્રામજનો ભેગા થઈ ગયા
ચોરી થઈ હોવાનું માલુમ પડતાં ભદ્રેશભાઈએ આ અંગે ગામના સરપંચ સૈયદ મહંમદઅલી ને બનાવ અંગેની જાણ કરી હતી.જેથી સરપંચ તુરંત જ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.ગામમાં ચોરી થઈ હોવાની વાત વાયુ વેગે પ્રસરતાં ગ્રામજનો ભેગા થઈ ગયા હતા અને પોલીસને જાણ કરી હતી.જોકે,છેલ્લા 15 દિવસમાં આ ત્રીજો ચોરીનો બનાવ બનતાં ગ્રામજનોમાં રોષ વ્યાપ્યો હતો.અને તટસ્થ તપાસ થાય તેમજ રાત્રી પેટ્રોલિંગ વધારવામાં આવે તેવી ગ્રામજનોએ માંગ કરી હતી. હાલ તો પ્રોવિઝન સ્ટોરના માલિકે ચોરી થઇ હોવાની ફરિયાદ નોંધાવતા સાવલી પોલીસે તસ્કરોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

વધુ વાંચો