તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તસ્કરો બેફામ:વડોદરામાં તસ્કરોએ મનાવી દિવાળી, જ્વેલર્સના શો રૂમમાંથી 9.50 લાખના સોના-ચાંદીના દાગીનાની ચોરી, CCTV

વડોદરા5 મહિનો પહેલા
CCTVમાં બે ચોર ચોરી કરતા નજરે પડી રહ્યા છે.
  • સીસીટીવી કેમેરામાં બે તસ્કરો ચોરી કરતા થયા કેદ
  • ચોરી કરનાર તસ્કરો ચદ્દર ગેંગ હોવાની શક્યતા

વડોદરામાં તસ્કરોએ દીવાળી મનાવી છે. જેમાં સંયાજીગંજ વિસ્તારમાં આવેલા એસ કુમાર જવેલર્સમાં તસ્કરોએ ચોરી કરી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આજે વહેલી સવારે તસ્કરો શો રૂમમાં પ્રવેશ્યા હતા. તસ્કરો શો રૂમમાંથી 22 કિલો ચાંદીના દાગીના અને 22 ગ્રામના સોનાના દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. શો રૂમમાંથી કુલ 9.50 લાખના સોના-ચાંદીના દાગીનાની ચોરી થઈ છે. સીસીટીવીમાં બે તસ્કરો કેદ થઈ ગયા છે. શો રૂમ માલિકની ફરિયાદ આધારે પોલીસે ડોગ સ્કવોડની મદદથી તપાસ હાથ ધરી છે. આ ચોરીમાં ચદ્દર ગેંગનો હાથ હોવાની શક્યતાઓ સેવવામાં આવી રહી છે.

તસ્કરો લોખંડના હથિયાર સાથે આવ્યા હતા.
તસ્કરો લોખંડના હથિયાર સાથે આવ્યા હતા.
સોના-ચાંદીના દાગીના બેગમાં ભરી તસ્કરો ફરાર થઈ ગયા.
સોના-ચાંદીના દાગીના બેગમાં ભરી તસ્કરો ફરાર થઈ ગયા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

વધુ વાંચો