તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેક્સિનેશન વેગવંતુ બન્યું:આ રહ્યા વડોદરાના 76 વેક્સિનેશન સેન્ટરો, જ્યાં 18+ સહિતના લોકો વેક્સિન મૂકાવી શકે છે

વડોદરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
વડોદરામાં આજે વહેલી સવારથી યુવાનોએ રસી લેવા માટે ઉત્સાહ બતાવ્યો હતો - Divya Bhaskar
વડોદરામાં આજે વહેલી સવારથી યુવાનોએ રસી લેવા માટે ઉત્સાહ બતાવ્યો હતો
  • વેક્સિનેશન માટે એપોઇન્ટમેન્ટનો SMS અને આઇડી પત્ર બતાવવું ફરજીયાત છે

રાજ્ય સરકાર દ્વારા વડોદરા સહિત 10 જિલ્લામાં 18થી 45 વર્ષની ઉંમર સુધીના નાગરિકોને આજથી રસી આપવાનું શરૂ કરવામાં આવ્યું હતું. વડોદરા શહેરમાં 76 સ્થળોએ રસી આપવાનું શરૂ કર્યું છે. આજે વહેલી સવારથી યુવાનોએ રસી લેવા માટે ઉત્સાહ દર્શાવ્યો હતો અને રસી લેવા માટે લાઇનો લગાવી લીધી હતી.

પ્રથમ દિવસે 10 હજાર લોકોને વેક્સિન મળશે
વડોદરામાં આજથી 18 વર્ષથી વધુ વયના યુવાનો માટે રસીકરણ શરૂ થયુ છે અને તે માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન ફરજીયાત છે. જે નાગરિક પાસે એપોઇન્ટમેન્ટ હશે તેને જ તે તારીખ મુજબ રસી આપવામાં આવી રહી છે. અને તેના માટે જે તે SMS અને આઇડી પત્ર બતાવવું ફરજીયાત છે. આજે પહેલા દિવસે નિયત કરાયેલા કેન્દ્ર ખાતે 140 લોકોને વેક્સિન આપવામાં આવી રહી છે અને તે મુજબ પ્રથમ દિવસે 10 હજાર લોકોને વેક્સિન મળશે. બીજા દિવસથી 8માં દિવસ સુધી રોજ પ્રતિ કેન્દ્ર 70 લોકોને વેક્સિન આપવામાં આવશે.

વડોદરા શહેરના વેક્સિનેશન સેન્ટર
વડોદરા શહેરના વેક્સિનેશન સેન્ટર

10 જિલ્લાઓમાં આજથી રસીકરણ શરૂ
આજે ગુજરાત રાજ્યના સ્થાપના દિવસ છે અને આજથી રાજ્યના કોરોનાનું વધુ સંક્રમણ ધરાવતા 10 જિલ્લાઓમાં 18 વર્ષથી વધુ વયના તમામ લોકોને વેક્સિન આપવાનું શરૂ કરી દેવાયું છે. ગુજરાત સહિત દેશભરમાં આજથી 18 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકોને વેક્સિન આપવાની કામગીરી શરૂ થઈ છે. જ્યાં કોરોનાનું સંક્રમણ વધારે છે, તેવા 10 જિલ્લાઓ અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, જામનગર, કચ્છ, મહેસાણા, ભરૂચ અને ગાંધીનગરમાં યુવાનોને આજથી વિનામૂલ્યે વેક્સિન આપવામાં આવી રહી છે. આ માટે તમામ લોકોએ cowin.gov.in પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે.

વડોદરા શહેરના વેક્સિનેશન સેન્ટર
વડોદરા શહેરના વેક્સિનેશન સેન્ટર
વડોદરા શહેરના વેક્સિનેશન સેન્ટર
વડોદરા શહેરના વેક્સિનેશન સેન્ટર
વડોદરા શહેરના વેક્સિનેશન સેન્ટર
વડોદરા શહેરના વેક્સિનેશન સેન્ટર
અન્ય સમાચારો પણ છે...