ભર ઉનાળે પાણી કાપ:વડોદરાના આજવા ટાંકી વિસ્તારમાં મંગળવાર સાંજે અને બુધવાર સવારે પાણીકાપ રહેશે

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • બુધવારે કામગીરી પૂર્ણ થયા બાદ સાંજે ઓછા પ્રેસર અને ઓછા સમય માટે પાણી વિતરણ કરાશે

વડોદરા શહેરની આજવા ટાંકી ખાતે નવીન LT પેનલ બોર્ડ બેસાડવાની કામગીરીની કારણે આગામી મંગળવા સાંજે અને બુધવાર સવારે આ ટાંકી વિસ્તારમાં પાણી વિતરણ નહીં થાય.

બુધવારે સાંજે વિલંબ અને ઓછા પ્રેસરથી પાણી વિતરણ થશે
વડોદરા મહાનગર પાલિકા દ્વારા જણાવવામાં આવ્યું છે કે, શહેરની આજવા ટાંકી ખાતે જૂની LT પેનલ બોર્ડના સ્થાને નવું LT પેનલ બાર્ડ બેસાડવાની કામગીરી તા. 7 જૂન 2022ને મંગળવારે સવારના પાણી વિતરણ બાદ હાથ ધરવામાં આવશે. જેથી આજવા ટાંકીથી મંગળવારે સાંજના ઝોનમાં પાણી વિતરણ કરવામાં નહીં આવે. તેમજ 8 જૂન 2022ને બુધવારે સવારના ઝોનમાં પાણી વિતરણ કરવામાં નહીં આવે. બુધવારે કામગીરી પૂર્ણ થયા બાદ સાંજના ઝોનમાં વિલંબથી અને ઓછા પ્રેસર તેમજ ઓછા સમય માટે પાણી વિતરણ કરાશે.

વડોદરામાં છાશવારે જનતા પાણી કાપની સમસ્યાથી પરેશાન
વડોદરા શહેરમાં 3 વર્ષ પહેલા દૂષિત પાણીની સમસ્યા ઉભી થઇ હતી. જેને લઇને વારંવાર પાણી કાપ મૂકવામાં આવતો હતો. આ ઉપરાંત મેઇન્ટનન્સ અને ભંગાણને કારણે પણ અનેક વખત પાણી કાપ જાહેર કરવામાં આવે છે અને લોકો એકથી લઇને 4 દિવસ સુધી પાણીની સમસ્યાને લઇને મુશ્કેલીમાં મૂકાઇ જાય છે.

વારંવાર પાણી કાપની સમસ્યાથી શહેરીજનો ત્રસ્ત
વડોદરા શહેરમાં મેઇન્ટનન્સ અને લીકેજ સહિતની કામગીરીને લઇને વારંવાર પાણી કાપ જાહેર કરવામાં આવે છે, જેને પગલે વડોદરાની પ્રજા ત્રસ્ત થઈ ચૂકી છે.

અન્ય સમાચારો પણ છે...