પડતર માગ:9મીથી એસટી કર્મચારીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરાશે

વડોદરા24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 17મીથી હડતાળ પર ઉતરવાની ચીમકી
  • 2 દિવસ કાળી પટ્ટી પહેરીને ફરજ બજાવશે

વડોદરા એસટી વિભાગના કર્મચારીઓ વિવિધ માગણીને લઇ 9મી જૂનથી વિરોધ કાર્યક્રમ કરશે. જો સરકાર તરફથી કોઈ પ્રતિસાદ નહીં મળે તો 17મી જૂનની રાતથી હડતાળ પર ઊતરશે, એમ યુનિયનના નેતાએ જણાવ્યું છે.

એસટી યુનિયનના નેતા યોગેન્દ્ર નીલકુંડેએ જણાવ્યું હતું કે, છેલ્લાં 10 વર્ષથી વિવિધ માગણી સ્વીકારાઇ નથી, જેથી એસટી કર્મીઓમાં નારાજગી છે. અન્ય નિગમ અને સરકારી ખાતાના કર્મચારીઓને મોંઘવારી ભથ્થુું 34 ટકા મળે છે, જ્યારે એસટીના કર્મીઓને માત્ર 17 ટકા મોંઘવારી ભથ્થું મળે છે. જેથી આગામી દિવસોમાં 2 દિવસ કાળી પટ્ટી પહેરીને, જ્યારે 2 દિવસ ડ્રેસ વગર ફરજ બજાવી વિરોધ કરાશે. આ પ્રકારે બે-બે દિવસ કાર્યક્રમો યોજાશે.

સૂત્રોના જણાવ્યા મુજબ 9 અને 10 જૂને એસટીના તમામ કર્મચારીઓ કાળી પટ્ટી ધારણ કરીને ફરજ દરમિયાન વિરોધ પ્રદર્શન કરશે. જ્યારે 11 અને 12 જૂનના રોજ તમામ કર્મીઓ નિયત યુનિફોર્મ વિના પોતાની ફરજ બજાવશે.

અન્ય સમાચારો પણ છે...