કસોટી યોજાશે:ધો.9ના વિદ્યાર્થીઓ માટે પ્રખરતા શોધ કસોટી થશે

વડોદરા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઓએમઆર પદ્ધતિથી 100 માર્કની કસોટી યોજાશે

ધો.9ના વિદ્યાર્થીઓ માટે 7 ફેબ્રુઆરીએ પ્રખરતા શોધ કસોટી ઓએમઆર પદ્ધતિથી લેવાશે જેમાં 100 પ્રશ્નો પૂછાશે. આ પરીક્ષા માટે 15 ડિસેમ્બરથી ઓનલાઇન ફોર્મ ભરવાની કાર્યવાહી શરૂ થશે. જે 31 ડિસેમ્બર સુધી ચાલશે. માત્ર ઓનલાઇન માધ્યમથી જ ફોર્મ સ્વિકારવામાં આવશે.

વિદ્યાર્થીઓની પ્રતિભા બહાર લાવવા માટે પ્રખરતા શોધ કસોટી યોજવામાં આવતી હોય છે. જેના માટે હવે ટૂંક સમયમાં જ પ્રવેશ ફોર્મ ભરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 9માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે પ્રખરતા શોધ કસોટીનું યોજાશે.

ઓનલાઇન આવેદન માટે 15 દિવસનો સમય અપાયો છે. બોર્ડની વેબસાઈટ પર જઈને આવેદનપત્ર ભરી શકશે.કસોટી ઓએમઆર પદ્ધતિથી લેવામાં આવશે. પરીક્ષામાં 100 જેટલા પ્રશ્નો પૂછવામાં આવશે અને દરેક પ્રશ્નનો એક ગુણ રહેશે. પરીક્ષા આપ્યા બાદ રાજ્યના ટોપ 1000ના મેરિટમાં આવનાર વિદ્યાર્થીઓને સ્કોલરશીપ પણ આપવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...