તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિર્ણય:12 અર્બન હેલ્થ સેન્ટર બનાવાતાં કુલ 34 થશે

વડોદરા5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • પાલિકા દ્વારા 1.35 કરોડના ખર્ચે બનાવાયેલા કિશનવાડીમાં હેલ્થ સેન્ટરનું લોકાર્પણ કરાયું

દર 50 હજારની વસ્તીએ 1 અર્બન હેલ્થ સેન્ટર બનાવવાનું હોય છે. જેથી પાલિકા દ્વારા આગામી તબક્કામાં બીજાં 12 હેલ્થ સેન્ટર બનાવવામાં આવનાર છે.

પૂર્વ વિસ્તારમાં કિશનવાડી ખાતે પાલિકા દ્વારા રૂા. 1.35 કરોડના ખર્ચે નવું અર્બન હેલ્થ સેન્ટર બનાવ્યા બાદ તેનું લોકાર્પણ કરાયું છે. ગત વર્ષે નવેમ્બર મહિનામાં આ સેન્ટરનું ખાતમુહૂર્ત કરાયું હતું. આ અર્બન હેલ્થ સેન્ટર શહેરી ગરીબો માટે મકાનો જ્યાં બનાવ્યાં છે તેની સામેના પ્લોટમાં ગધેડા માર્કેટ ચાર રસ્તા પાસે તૈયાર કરાયું છે. સરકારે ફાળવેલી ગ્રાન્ટમાંથી 1,635 ચોરસ મીટર વિસ્તારમાં અર્બન હેલ્થ સેન્ટર બનાવાયું છે. શહેરનું આ 22મું અર્બન હેલ્થ સેન્ટર છે. પાલિકાઅે શહેરમાં વસ્તીના આધારે કુલ 34 અર્બન હેલ્થ સેન્ટર બનાવવા આયોજન કર્યું છે, જેમાં અત્યાર સુધીમાં 22 બની ગયાં છે અને ચાલુ થઈ ચૂક્યાં છે.

આ સેન્ટર બનતાં કિશનવાડી અને તેના નજીકના વિસ્તારમાં રહેતા આશરે સાડા ત્રણ લાખ લોકોને આરોગ્યલક્ષી સુવિધાઓ મળી શકશે. જેમાં સ્ત્રી-પુરુષો માટે અલગ વોર્ડ ઉપરાંત પ્રાથમિક સર્જરી તથા ઓપરેશન માટે નાના ઓપરેશન થિયેટરની પણ વ્યવસ્થા ઊભી કરાઈ છે. અર્બન હેલ્થ સેન્ટર દર 50 હજારની વસ્તીએ 1 બનાવવાનું હોય છે. શહેરની 17 લાખની વસ્તીની દૃષ્ટિએ 34નો ટાર્ગેટ પૂરો કરવા હવે 12 હેલ્થ સેન્ટર બનાવવાનાં છે અને તે માટે જગ્યા શોધીને કામ શરૂ કરવામાં આવશે. પાલિકાના ચાલુ વર્ષના બજેટ વખતે વધુ 7 અર્બન હેલ્થ સેન્ટરના બાંધકામનું અને 4 નવા સેન્ટર વિકસાવવાનું આયોજન કરાયું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો