તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • There Will Be A Second Wave As Long As There Are 1100 Patients In The Hospitals, The Third Wave Will Be A Challenge Of Facilities And Oxygen, A Big Reliance On Vaccination Only.

ભાસ્કર ઇન્ટરવ્યુ:હોસ્પિટલોમાં 1100 દર્દી રહે ત્યાં સુધી સેકન્ડ વેવ રહેશે, ત્રીજી વેવમાં ફેસિલિટી અને ઓક્સિજનનો પડકાર, વેક્સિનેશન પર જ મોટો આધાર

વડોદરા4 મહિનો પહેલાલેખક: નિશાંત દવે
  • કૉપી લિંક
ડો.વિનોદ રાવ, કોરોના OSD - ફાઇલ તસવીર. - Divya Bhaskar
ડો.વિનોદ રાવ, કોરોના OSD - ફાઇલ તસવીર.
  • પ્રથમ વેવમાં માત્ર વૃદ્ધો કે કો-મોર્બિડિટીવાળા કોરોનાનો ભોગ બનતા હતા
  • બીજી વેવમાં તમામ વયના લોકો હાઇ રિસ્ક પેશન્ટની વ્યાખ્યામાં આવી ગયા

કોરોનાની બીજી વેવ ઘાતક સાબિત થઈ રહી છે અને ત્રીજી વેવ આડે હજી ચારથી પાંચ મહિનાનો સમય લાગી શકે તેમ છે, ત્યારે પૂર્વ તૈયારી શરૂ કરાઇ છે. ખાસ ફરજ પરના અધિકારી ડો.વિનોદ રાવે આ અંગે દિવ્ય ભાસ્કર સાથે કોરોનાની હાલની સ્થિતિ અને ભવિષ્યના આયોજનનો ચિતાર આપ્યો હતો.

પ્રશ્નઃ કોરોનામાં વડોદરાની હાલમાં શું સ્થિતિ છે?
ડો.વિનોદ રાવ:
હાલમાં વડોદરા બીજી વેવમાંથી પસાર થઈ રહ્યું છે અને કોઈપણ વેવના ચઢાવ-ઉતારમાં ત્રણથી ચાર મહિનાનો સમય લાગતો હોય છે. હાલમાં 10 હજાર જેટલા દર્દી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.

પ્રશ્નઃ પહેલી વેવ અને બીજી વેવ વચ્ચે શું તફાવત છે?
ડો.વિનોદ રાવ: પહેલી વેવમાં જે પણ કોઈ પરિવારમાં એક વ્યક્તિને કોરોનાનો ચેપ લાગતો હતો તેમાં તેનો પરિવાર સંક્રમિત થતો નહતો, પણ બીજી વેવમાં આખો પરિવાર સંક્રમિત થઈ રહ્યો છે. એટલું જ નહીં, અગાઉ પ્રથમ વેવમાં માત્ર સિનિયર સિટિઝન કે અન્ય બીમારી ધરાવતા લોકો જ કોરોનાનો ભોગ બનતા હતા, પરંતુ હવે તો કોઈપણ વ્યક્તિ કોરોનાનો ભોગ બની રહી છે અને ખાસ કરીને યુવાનો મોટી સંખ્યામાં એનો ભોગ બની રહ્યા છે. આ સંજોગોમાં પહેલાં જે હાઈ રિસ્ક પેશન્ટની વ્યાખ્યા હતી એ બદલાઇ છે અને હવે તમામ લોકો આ વ્યાખ્યા હેઠળ આવી ગયા છે.

પ્રશ્નઃ ત્રીજી વેવમાં શું પડકાર રહેશે?
ડો.વિનોદ રાવ: કોરોનાની ત્રીજા વેવમાં મેન પાવર, ફેસિલિટી, નોન-મેડિકલ સાધનો પૂરતાં મળી રહે અને ઓક્સિજનનો જથ્થો મળતો રહે એનું આયોજન મોટો પડકાર બની રહેશે. જોકે વેક્સિનેશન પર ત્રીજી વેવનો આધાર છે અને એને કારણે જોખમ પણ ઓછું હશે. કોઈપણ પીકને નિવારી ના શકાય પણ તેનું એગ્રેશન ઓછું થઈ શકે. બીજું, દુનિયામાં શું થઈ રહ્યું છે એના પર પણ સતત નજર રાખવાની છે.

પ્રશ્નઃ હવે ત્રીજી વેવને પહોંચી વળવા શું આયોજન છે?
ડો.વિનોદ રાવ: આગામી ઓક્ટોબર કે નવેમ્બર સુધીમાં ત્રીજી વેવવા આવે એવી શક્યતા છે, ત્યારે એને પહોંચી વળવા માટે બીજાં 6000 ફ્રી બેડ માટે આયોજન કરવું પડશે, જેમાં 2000 બેડ એસએસજી અને તેને સંલગ્ન હોસ્પિટલ, 2000 બેડ ગોત્રી અને તેને સંલગ્ન હોસ્પિટલ, 1000 બેડ પારુલ, સુમનદીપ, પાયોનિયરમાં અને બાકીનાં 1 હજાર બેડ ટ્રસ્ટની હોસ્પિટલમાં રખાશે. એમાંય ગોત્રીમાં 3 મહિનામાં જ 3થી 4 માળ બાંધી દેવામાં આવશે અને એના ખર્ચ સહિતના પ્રોજેકટ માટે બે-ચાર દિવસમાં જ રાજ્ય સરકાર સમક્ષ માસ્ટર પ્લાન મૂકવામાં આવશે.

પ્રશ્નઃ ​​​​​​​લોકોએ શું તકેદારી રાખવાની ?
ડો.વિનોદ રાવ: પહેલી વેવમાં પરિવારનો એક જ સભ્ય સંક્રમિત થતો હતો, પરંતુ હવે ઘરના તમામ સભ્યો સંક્રમિત થઈ રહ્યા છે. આ સંજોગોમાં કોરોનાની ગાઇડલાઇન્સનું પાલન કરી પરિવારના એક સભ્યની ભૂલ બધાને ભારે ન પડે એ માટે તમામે એકબીજા પર નજર રાખવાની છે.

પ્રશ્નઃ કોરોનાની બીજી વેવ ક્યાં સુધી ચાલી શકે છે?
ડો.વિનોદ રાવ: જ્યાં સુધી તળેટી એટલે કે છેલ્લે કોરોના કંટ્રોલમાં હતો ત્યારે દવાખાનામાં 1100 દર્દી હતા, ત્યાં સુધી આપણે નહીં પહોંચીએ ત્યાં સુધી બીજી વેવ ચાલશે એમ કહી શકાય. એના 50 દિવસમાં જ દાખલ દર્દીઓનો આંકડો 11 હજાર પર પહોંચ્યો હતો .બીજું, પ્રથમ વેવમાં હાઇએસ્ટ દર્દીઓની સંખ્યા તા.17 સપ્ટેમ્બરે 3200 હતી, જેમાં બીજી વેવમાં 3 ગણા દર્દીઓ વધ્યા હતા અને એના પરથી જ એની સ્પીડ કેટલી હતી એ પુરવાર થયું છે.

અન્ય સમાચારો પણ છે...