તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સ્પર્ધા:ભાવિ લીડર્સને ઘડવાની રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધા થશે, ભાગ લેવા માટેની છેલ્લી તારીખ 24 સપટેમ્બર

વડોદરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઓએસીસ મુવમેન્ટ દેશમાં અને સમાજમાં હકારાત્મક પરિવર્તન લાવવા ઇચ્છતા બાળકો અને યુવાનોને તેમની નેતૃત્વ ક્ષમતા વિકસાવવા મિસાલ નામની રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. 45 દિવસ ચાલનારી આ સ્પર્ધા 4 તબક્કામાં કરવામાં આવનાર છે. જેમા નિબંધ લેખન, જુથ સંવાદ, એક દિવસીય પ્રોજેક્ટ, મિસાલ સામાજિક નેતૃત્વ વિકાસ કાર્યક્રમ યોજાશે.

આ ચારેય તબક્કામાં પ્રતિસ્પર્ધીઓના ચારીત્રયના પાસાઓ, કમ્યુનિકેશન સ્કીલ, પરિણામલક્ષી અભિગમ, ઉંચુ આત્મગૌરવ અને આત્મવિશ્વાસ, શીખવાનો અભિગમ ચકાસવામાં આવશે. સફળતા પૂર્વક પસાર થનાર વિજેતાઓને ઓએસીસનો ગ્રેટનેસ અને લીડરશીપ ડેવલપમેન્ટ માટેનો દેશનો સર્વશ્રેષ્ઠ કોર્સ મિલેટરી, ટ્રેકિંગ તથા હિમાલય ટ્રેકીંગ થકી એડવાન્સ લીડરશીપ પ્રોગ્રામ ઇનામમાં મળશે. સ્પર્ધામાં 14-25 વર્ષના લોકો ભાગ લઇ શકે છે. મિસાલ સ્પર્ધામાં ભાગ લેવાની છેલ્લી તારીખ 24 સ્પટેમ્બર છે. વધુ માહિતી મેળવવા માટે 7211157313 પર સંપર્ક કરી શકાય છે.

અન્ય સમાચારો પણ છે...