વિદ્યાર્થીઓમાં રોષ:ફાઇન આર્ટ્સના ગરબા તો થશે,પણ નારાજ વિદ્યાર્થીઓની પ્રેક્ટિસ બંધ

વડોદરા8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તાજેતરમાં ફ્રેશર્સ પાર્ટીમાં હેરાનગતિ કરાતાં વિદ્યાર્થીઓનો વિરોધ
  • ફેકલ્ટીના અધ્યાપકોએ સુરક્ષા માટે કોઈ બાંહેધરી ન આપતાં વિદ્યાર્થીઓમાં રોષ

મ.સ.યુનિ.ની ફાઇન આર્ટ્સ ફેકલ્ટીની ફ્રેશર્સ પાર્ટીમાં હેરાનગતિ કરાતા વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. બીજી તરફ 26મીથી ફાઇન આર્ટ્સના વિખ્યાત ગરબા થશે, પણ ફેકલ્ટીમાં વિદ્યાર્થીઓએ ગરબાની પ્રેક્ટિસ બંધ કરી દીધી છે. ફેકલ્ટીના અધ્યાપકોએ વિદ્યાર્થીઓની સુરક્ષા માટે કોઇ બાંહેધરી ન આપતાં વિદ્યાર્થીએ પ્રક્ટિસ બંધ કરી દીધી છે.

એમ.એસ. યુનિવર્સિટીમાં ફાઇન આર્ટ્સ ફેકલ્ટી 3 દિવસ પહેલાં નવા આવેલા વિદ્યાર્થીઓ માટે ફ્રેશર્સ પાટીનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે તેમાં પોલીસને જાણ કરીને ફેકલ્ટીમાં નશાની પાર્ટી થઇ રહી હોવાનો મેસેજ આપવામાં આવ્યો હતો. જેના પગલે પોલીસ દ્વારા સમગ્ર ફેકલ્ટીમાં તપાસ હાથ ધરાઈ હતી. જોકે પોલીસના હાથે આવું કશું લાગ્યું નહતું. ફેકલ્ટીને વારંવાર બદનામ કરવામાં આવી રહી હોવાના કારણે વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જ્યારે ફેકલ્ટીના અધ્યાપકો દ્વારા વિદ્યાર્થીઓની સુરક્ષા માટે કોઇ જવાબદારી લેવામાં આવી રહી નથી.

નવા વિદ્યાર્થીઓ માટે ફેકલ્ટીના સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા પ્રેક્ટિસ કરવામાં આવી રહી હતી. જોકે ફ્રેશર્સ પાર્ટીની ઘટના બાદ પ્રેક્ટિસ બંધ કરી દીધી હોવાનું જાણવા મળ્યું છે. જોકે વડોદરામાં સૌથી વિખ્યાત ફાઇન આર્ટ્સના ગરબા બંધ નહિ થાય તેવી માહિતી જાણવા મળી છે.

અન્ય સમાચારો પણ છે...