ઉમેદવારી નોંધાવવાની અંતિમ તારીખ 17મી સુધી 187 ફોર્મ ભરાયાં હતાં. જ્યારે 18મીએ ચકાસણી થતાં 148 ફોર્મનો સ્વીકાર કરાયો હતો, જ્યારે 37 ફોર્મ નામંજૂર થયાં હતાં. બે ઉમેદવારોએ ફોર્મ પાછાં ખેંચી લીધાં હતાં. ભાજપ, કોંગ્રેસ અને આપના તમામ ઉમેદવારોના ફોર્મ મંજૂર થઈ ગયાં હતાં. જ્યારે ડમી ભરાયાં હતાં તેવાં 36 ફોર્મ અને મધુ શ્રીવાસ્તવે ભાજપમાંથી ફોર્મ ભરતાં તેમને મેન્ડેટ ન મળ્યું હોવાથી 37 ફોર્મ રદ થયાં હતાં. જોકે મધુ શ્રીવાસ્તવનું અપક્ષ તરીકે ફોર્મ મંજૂર કરાયું છે.
ડભોઈ બેઠક પરથી આમ આદમી પાર્ટીના સાગર ઠાકોર અને કરજણ બેઠક પરથી અપક્ષ ઉમેદવાર નીતિન જોશીએ ફોર્મ પાછું ખેચ્યું હતું. સયાજીગંજમાં જનતાદળ પક્ષમાંથી ઉમેદવારી નોંધાવનાર નેહા રાણાનું ફોર્મ ટેકેદારોની સંખ્યાના કારણોસર રદ કરાયું હતું. તેમણએ આક્ષેપ કર્યો છે કે, હું જનતાદળ પાર્ટીથી ઉમેદવારી નોંધાવી છે. જ્યારે આરઓએ 1 ટેકેદાર રજૂ કર્યા હોવાથી ફોર્મ રદ કર્યું છે. ગઈ કાલે મારી પાસે 10 ટેકેદાર હતા, તો પણ મને માહિતી આપી ન હતી. હું કેસ કરીશ.
અકોટામાં સૌથી વધુ 24, કરજણમાં સૌથી ઓછા 8 ઉમેદવારો મેદાનમાં
વિધાનસભા | ભરાયેલાં | મંજૂર | નામંજૂર | પાછું |
ફોર્મ | ફોર્મ | ફોર્મ | ખેચ્યું | |
અકોટા | 28 | 24 | 4 | 0 |
માંજલપુર | 22 | 16 | 6 | 0 |
રાવપુરા | 16 | 13 | 3 | 0 |
સયાજીગંજ | 14 | 10 | 4 | 0 |
વડોદરા શહેર | 21 | 14 | 7 | 0 |
ડભોઈ | 21 | 17 | 3 | 1 |
પાદરા | 17 | 14 | 3 | 0 |
સાવલી | 15 | 14 | 1 | 0 |
વાઘોડિયા | 22 | 18 | 4 | 0 |
કરજણ | 11 | 8 | 2 | 1 |
કુલ | 187 | 148 | 37 | 2 |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.