તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:જેઠ પૂર્ણિમાથી 15 દિવસ ભગવાન ક્વોરન્ટાઇન થશે

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રથયાત્રા પૂર્વે 24 જૂને શાહી સ્નાન કરાવાશે

12 જુલાઈના રોજ શહેરના ઈસ્કોન મંદિરમાં 40મી રથયાત્રાની ઉજવણી કરવામાં આવશે. આ પહેલા જેઠ સુદ પૂર્ણિમા એટલે કે 24 જૂનના રોજ પ્રભુ જગન્નાથ બહેન સુભદ્રા અને ભાઈ બલરામને શાહી સ્નાન કરવાવામાં આવશે. માન્યતા મુજબ સ્નાન બાદ પ્રભુ અસ્વસ્થ થઈ જાય છે. જેથી 15 દિવસ માટે પ્રભુને મંદિરમાં વિશેષ રૂમમાં રહેવું પડે છે.

કોરોના મહામારીના સમય દરમિયાન આપણે ક્વોરન્ટાઇન શબ્દોથી પરિચિત થયા છે. ત્યારે આપણા શાસ્ત્રમાં અને વિશેષ કરીને ભગવાન જગન્નાથજી આ લીલાથી હોમ ક્વોરન્ટાઇન થાય છે. જ્યોતિષશાસ્ત્રી નયનભાઈ જોશીએ વધુમાં જણાવ્યું હતું કે, આ પંદર દિવસ દરમિયાન ભગવાન ખીચડી જેવું સાદુંને સાત્વિક ભોજન આરોગે છે. જે સૂચિત કરે છે કે સ્વાસ્થ્ય સારું ન હોય ત્યારે સાદો આહાર અત્યંત જરૂરી છે.

પંદર દિવસના ક્વોરન્ટાઇન સમય બાદ પ્રભુ ભક્તોને દર્શન આપે છે. અને રથયાત્રાના દિવસે ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે નગરયાત્રાએ નીકળે છે. જેઠ સુદ પૂનમથી 15 દિવસ સુધી પ્રભુના બીમાર પડવાના આ અવધિ કાળ દરમિયાન પૂજારી દ્વારા વિવિધ લેપ, આયુર્વેદિક પ્રવાહી તથા ખીચડી નૈવેદ્ય ધરાવવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...