વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં ઓફરીન કોમ્લપેક્ષમાં રહેતા મહોમંદ અમ્માર ખુરેશીએ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ અનુસાર ગઇકાલ સાંજે રાવપુરા મચ્છીપીઠ જેબા કલેક્શન નામની દુકાન પાસે તેઓ હાજર હતા તે વખતે ઝુબેરખાન પઠાણ (રહે. નીશાત કોમ્પલેક્ષ, નવાબવાડા, રાવપુરા) પાસે ઉછાના આપેલા નાણા પરત માંગતા ઝુબેર પઠાણે મહોમંદ અમ્મીર ખુરેશીને અપશબ્દો કરી માર માર્યો હતો. જે અંગે કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે.
બપોદમાં બાઇક ચોરી
શહેરના વાઘોડિયા રોડ પર આવેલ રતનલાલ પાર્કમાં રહેતા ગીરીશભાઇ કૃષ્ણકાંત સોલંકીએકીએ ફરિયાદ નોંધાવી છે કે ડભોઇ દશાલાડ ભવન રોડ ખાતેથી અજાણ્યો શખ્સ તેમણે પાર્ક કરેલ બાઇકની ચોરી કરી ફરાઇ થઇ ગયો છે.
દુકાનમાંથી મોબાઇલ ચોરાયો
વડોદરાના સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં કિરણ હર્ષદભાઇ ચોક્સીની હોરિઝોન ક્રિમ કોર્નર નામની દુકાનમાંથી પાણીની બોટલ લેવા આવેલ અજાણ્યો શખ્સ મોબાઇલની ચોરી કરી ગયો હોવાની ફરિયાદ નોંધાઇ છે.
કન્સ્ટ્રક્શનની સાઇટ પરથી સળિયા ચોરાયા
શહેરના વાડી વિસ્તારમાં ઘડિયાળી પોળમાં રહેતા પરિતોષ મયુરભાઇ ઉપાધ્યાયએ ફરિયાદ નોંધાવી છે કે અસ્લમ લિયાકત અલી સિંધી (રહે. રાવપુરા રોડો, સૂર્યનારાયણ બાગ સામે, વડોદરા) અને અન્ય એક અજાણ્યા વ્યક્તિએ કંન્સ્ટ્રક્શન સાઇટ પરથી લોખંડના સળિયા વાળેલી રીંગ સહિતનો સામાન (કુલ કિંમત 1500)ની ચોરી કરી ફરાર થઇ ગયા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.