ઉર્જા વિભાગ ભરતીમાં કૌભાંડ:જેટકોની પરીક્ષામાં મિતુલ પટેલ નામનો કોઈ પરીક્ષાર્થી જ ન હતો

વડોદરા12 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસ્વીર - Divya Bhaskar
ફાઈલ તસ્વીર
  • જેટકો પરીક્ષાના કથીત કૌભાંડના રિપોર્ટમાં કરાયેલો ઉલ્લેખ
  • પ્રાંતિજમાં મિતુલ નહીં પણ મીત પટેલ નામનો પરીક્ષાર્થી

ઉર્જા વિભાગ માં થયેલી ભરતીમાં કૌભાંડ હોવાના આક્ષેપના પગલે જેટકો ની હાલમાં ચાલી રહેલી પરીક્ષા સામે પણ આંગળી ચીંધાઈ છે પણ તપાસણી માં પ્રાંતિજ પરીક્ષા કેન્દ્રમાં મિતુલ પટેલ નામના કોઈ ઉમેદવાર જ નહીં હોવાનું ખુલ્યું હતું અને મીત પટેલ નામના ઉમેદવાર પરીક્ષામાં હાજર હતા તેવો રિપોર્ટમાં ઉલ્લેખ કર્યો છે. ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ માં વિદ્યુત સહાયકની 352 જગા માટે ભરતી પ્રક્રિયા હાથ ધરાઈ છે અને તેમાં ઇલેક્ટ્રિકલ એન્જીનિયર ની 300 અને સિવિલ એન્જીનિયર ની 52 જગા છે.

જુનિયર એન્જીનયર સિવિલ માટે 12348 અને ઇલેક્ટ્રિકલ એન્જીનિયર માટે 22336 અરજી ઓનલાઈન આવી હતી અને તેના માટે ખાનગી એજન્સીની મદદથી તા.4 જાન્યુઆરીથી પરીક્ષા શરૂ કરાઈ હતી.જેમાં આપના નેતા યુવરાજસિંહે ઉર્જા વિભાગની ભરતી સામે આંગળી ચીંધી હતી અને હાલમાં ચાલતી પરીક્ષા સામે પણ ગેરરીતિ ના આક્ષેપો થયા હતા. ગુજરાત ઊર્જા વિકાસ નિગમના એમ.ડી શાહમીના હુસૈને જેટકો ના એમડી ઉપેન્દ્ર પાંડે સાથે ચર્ચા કરી હતી અને તેમને રિપોર્ટ કરવાની પણ સૂચના આપી હતી.

જેના આધારે જેટકો તરફથી અહેવાલ તૈયાર કરાયો હતો જે મુજબ આ ભરતી પ્રક્રિયા હાથ ધરતા પહેલા જેટકો દ્વારા પરીક્ષા લેનારી એજન્સી સાથે રૂબરૂ અને ઓનલાઈન બેઠકો કરાઈ હતી અને પરીક્ષામાં ગેરરીતિ ન થાય અને કોઈ ક્ષતિ રહી ન જાય તે માટે તાકીદ કરી હતી.ઝેટકો ના એમડી જણાવ્યું હતું કે આ પરીક્ષા યોજવાની તૈયારીના ભાગરૂપે જેટકો દ્વારા જી યુ વી એન એલના પોલીસ વિભાગના સંલગ્ન ઝોનના ડીવાયએસપીને તમામ કેન્દ્રો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત પૂરો પાડવાની જાણ કરાઈ હતી અને તે મુજબ તમામ કેન્દ્રો પર પરીક્ષા લેવાઇ રહી છે.

હાલની ઓનલાઇન પરીક્ષામાં પ્રાંતિજ ખાતે ના પરીક્ષા કેન્દ્રમાં તપાસ કરાવતા મિતુલ પટેલ નામનો કોઇ ઉમેદવાર પરીક્ષા રદ કરી છે નોંધાયો નથી પણ મીત પટેલ નામનો ઉમેદવાર પરીક્ષામાં હાજર હતો અને આ કેન્દ્રના સીસીટીવી ફૂટેજ અને વીડિયોગ્રાફીનું નિરીક્ષણ જેટકો ના પ્રાંતિજ કેન્દ્ર દ્વારા કરા્યું હતું અને તેમાં આક્ષેપિત ઉમેદવારને કિસ્સામાં કોઈપણ જાતની શંકાસ્પદ હિલચાલથી ગેરરિતીઓ મળી આવી ન હતી તેવો દાવો પણ અહેવાલમાં કરાયો છે.

જેટકો ના એમડી દ્વારા તૈયાર કરયેલા અહેવાલમાં એમ પણ જણાવાયું હતું કે તમામ કેન્દ્રો ખાતે સીસીટીવી સર્વેલન્સ ની વ્યવસ્થા કરવામાં આવી છે અને તમામ પરીક્ષા કેન્દ્રો ખાતે વીડિયોગ્રાફી પણ કરવામાં આવી રહી છે. એટલું જ નહીં આ તમામ પરીક્ષા કેન્દ્રો ખાતે જે-તે એજન્સીઓના સુપરવાઇઝર ઉપરાંત જેટકો દ્વારા દરેક પરીક્ષા કેન્દ્ર પર જેટકોના એક નિરીક્ષક અને દરેક પરીક્ષા ખંડમાં જેટકોના સુપરવાઇઝરની વધારાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...