તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • There Was An Uproar In The Disintegration Of The Valmiki Community, The Violation Of Social Distance And Mask Rules, The Police Became A Silent Spectator In Vadodara

ત્રીજી લહેરને આમંત્રણ!:વડોદરામાં વાલ્મિકી સમાજના છડી વિસર્જનમાં કીડીયારું ઉભરાયું, સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કના નિયમોનો ઉલાળીયો, પોલીસ મૂક પ્રેક્ષક બની

વડોદરા16 દિવસ પહેલા
લહેરીપુરા દરવાજા ખાતે મોડી રાત્રે પૂજા-વિધિ માટે લાવવામાં આવેલી છડીમાં હજારોની સંખ્યામાં વાલ્મિકી સમાજના લોકો ઉમટી પડ્યા
  • લહેરીપુરા ખાતે છડી વિસર્જનના કાર્યક્રમમાં પોલીસની હાજરીમાં જ કોવિડ-19ની ગાઇડલાઇનના ધજાગરા ઉડ્યા
  • પોલીસે એક છડી દીઠ 40 લોકોને મંજૂરી આપી, છતાં આયોજકોએ નિયમનું પાલન ન કર્યું

કોરોનાની સંભવિત લહેર વચ્ચે સરકાર દ્વારા કોવિડ-19નું પાલન કરવાની શરતે વિવિધ ધાર્મિક મહોત્સવમાં છૂટછાટ આપવામાં આવી રહી છે. પરંતુ, ધાર્મિક ઉત્સવો ઉજવી રહેલા લોકો કોરોનાની ત્રીજી લહેરને ચોક્કસ આમંત્રણ આપશે તેવી સ્થિતિ જોવા મળી રહી છે. વાલ્મિકી સમાજ દ્વારા ઉજવાતા છડી મહોત્સવમાં પોલીસની હાજરીમાં કોવિડ-19 ગાઇડલાઇનનું પાલન થયું ન હતું. એક છડી દીઠ 40 લોકોને મંજૂરી આપવામાં આવી હતી. પરંતુ, છડીના આયોજકો દ્વારા નિયમનું પાલન કરવામાં આવ્યું ન હતું. ન્યાય મંદિર, લહેરીપુરા દરવાજા ખાતે મોડી રાત્રે પૂજા-વિધિ માટે લાવવામાં આવેલી છડીમાં હજારોની સંખ્યામાં વાલ્મિકી સમાજના લોકો ઉમટી પડ્યા હતા.

વાલ્મિકી સમાજ વર્ષોથી છડી મહોત્સવની ઉજવણી કરે છે
વડોદરામાં વાલ્મિકી સમાજ દ્વારા ગોગા મહારાજની સ્મૃતિમાં વર્ષોથી ધામધૂમથી છડી મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે. વડોદરા શહેરના વિવિધ વિસ્તારોના વાલ્મિકી સમાજના મંડળો દ્વારા ભવ્યાતિ ભવ્ય છડીઓ તૈયાર કરવામાં આવે છે. 26થી વધુ છડીઓની રક્ષાબંધનના દિવસે સ્થાપના કરવામાં આવી હતી અને વડોદરા શહેરના વાલ્મિકી સમાજ દ્વારા દર વર્ષે રક્ષાબંધનના દિવસથી નોમ સુધી છડી મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે. શ્રાવણ વદ નોમના દિવસે છડીને વાજતે-ગાજતે ન્યાય મંદિર લહેરીપુરા ખાતે લાવવામાં આવે છે. અને ત્યાં પૂજા-વિધિ કર્યાં બાદ પુનઃ વિસ્તારમાં તૈયાર કરવામાં આવેલ સ્થાનકમાં લઇ જવામાં આવે છે અને બીજા દિવસે પવિત્ર જળનો છંટકાવ કરીને વિસર્જન કરવામાં આવે છે.

લહેરીપુરા ખાતે છડી વિસર્જનના કાર્યક્રમમાં પોલીસની હાજરીમાં જ કોવિડ-19ની ગાઇડલાઇનના ધજાગરા ઉડ્યા
લહેરીપુરા ખાતે છડી વિસર્જનના કાર્યક્રમમાં પોલીસની હાજરીમાં જ કોવિડ-19ની ગાઇડલાઇનના ધજાગરા ઉડ્યા

લહેરીપુરા ખાતે કીડીયારું ઉભરાયું
શ્રાવણ વદ નોમના દિવસે ઉજવાતા છડી મહોત્સવમાં શહેર પોલીસ તંત્ર દ્વારા વાલ્મીકી સમાજને એક છડી સાથે 40 લોકોને જોડાવવા માટેની પરવાનગી આપવામાં આવી હતી. પરંતુ, શ્રદ્ધાના આ પર્વમાં હજારોની સંખ્યામાં વાલ્મિકી સમાજના લોકો ઉમટી પડ્યા હતા. મોડી રાત્રે ન્યાય મંદિર લહેરીપુરા ખાતે માનવ કીડીયારું ઉભરાયું હોય તેમ જણાતું હતું., છડી મહોત્સવમાં કોવિડ-19નું પાલન થાય અને કાયદો-વ્યવસ્થા જળવાઇ રહે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. જોકે, પોલીસ તંત્ર દ્વારા કાયદો અને વ્યવસ્થાની તકેદારી રાખતા કોઇ અપ્રિય ઘટના બની ન હતી.

પોલીસે એક છડી દીઠ 40 લોકોને મંજૂરી આપી, છતાં આયોજકોએ નિયમનું પાલન કર્યું
પોલીસે એક છડી દીઠ 40 લોકોને મંજૂરી આપી, છતાં આયોજકોએ નિયમનું પાલન કર્યું

30 જેટલી છડી બેસાડવામાં આવી હતી
વાલ્મિકી સમાજના અગ્રણી રજનીકાંત સોલંકીએ જણાવ્યું હતું કે, વાલ્મિકી સમાજ દ્વારા છેલ્લા 400 વર્ષથી છડી મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે. શહેરમાં આ વખતે 30 જેટલી છડી બેસાડવામાં આવી હતી. પરંપરા મુજબ નોમના દિવસે છડીને ન્યાય મંદિર, લહેરીપુરા ખાતે લાવવામાં આવે છે અને ત્યાં પૂજા-વિધી કર્યાં બાદ છડીને વાજતે-ગાજતે પુનઃ વિસ્તારમાં ગોગા મહારાજના મંદિરે લઈ જવામાં આવે છે. જ્યાં બીજા દિવસે પવિત્ર જળનો છંટકાવ કરી વિસર્જન કરવામાં આવે છે.

વાલ્મિકી સમાજ દ્વારા છેલ્લા 400 વર્ષથી છડી મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે
વાલ્મિકી સમાજ દ્વારા છેલ્લા 400 વર્ષથી છડી મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે

કોરોનાની ત્રીજી લહેર રોકવી અશક્ય છે
ઉલ્લેખનિય છે કે, કૃષ્ણ જન્મોત્સવની સાથે તહેવારોની શરૂઆત થઇ ગઇ છે. સરકાર દ્વારા પોતાની વોટ બેંકને નુકસાન ન થાય તે રીતે ધાર્મિક તહેવારોને કોવિડ-19ની ગાઇડલાઇનનું પાલન કરવાની શરતોને આધિન છૂટછાટ આપવામાં આવી રહી છે. પરંતુ, ઉત્સવ ઘેલા લોકો દ્વારા કોવિડ-19ની ગાઇડલાઇનનો સરેઆમ ભંગ કરવામાં આવી રહ્યો છે. પોલીસ તંત્ર રાજકીય કિન્નાખોરી રાખીને કોવિડ-19ની ગાઇડલાઇનનો ભંગ કરનારાઓ સામે ફરિયાદો અને ધરપકડો કરવામાં આવી રહી છે. શ્રાવણ વદ નોમના દિવસે ઉજવાયે છડી મહોત્સવ ચર્ચાનો વિષય બન્યો છે. જો આવીજ સ્થિતિ આવનારા ગણેશોત્સવ સહિતના તહેવારોમાં સર્જાશે તો કોરોનાની ત્રીજી લહેર રોકવી અશક્ય છે.

અન્ય સમાચારો પણ છે...