• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • "There Was A Huge Blast Right In Front Of My Eyes. As Soon As The Blast Happened, Some People Jumped In The Air And Saw Very Scary Scenes Said Employee

પ્રચંડ બ્લાસ્ટનો પ્રત્યક્ષદર્શી:'મારી નજર સામે જ પ્રચંડ બ્લાસ્ટ થયો, બ્લાસ્ટ થતાં જ કેટલાક લોકો હવામાં ફંગોળાયા, ખુબ ભયાનક દ્રશ્યો જોયા'

હાલોલએક મહિનો પહેલા
GFL કંપનીમાં ભીષણ આગ અને કર્મચારી વિરલ પરમાર(આ તસવીરો તમને વિચલિત કરી શકે છે) - Divya Bhaskar
GFL કંપનીમાં ભીષણ આગ અને કર્મચારી વિરલ પરમાર(આ તસવીરો તમને વિચલિત કરી શકે છે)
  • ગુજરાત ફ્લોરો કેમિકલ કંપનીમાં આજે વહેલી સવારે પ્રચંડ બ્લાસ્ટ સાથે આગ લાગી

પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના રણજિતનગર ખાતે ગુજરાત ફ્લોરો કેમિકલ કંપની (GFL)માં બ્લાસ્ટ થતાં આગ ફાટી નીકળી હતી. આ ઘટનામાં 3 કામદારોના મોત થયા છે. કંપનીમાં કામ કરતા કર્મચારીએ જણાવ્યું હતું કે, 'મારી નજર સામે જ પ્રચંડ બ્લાસ્ટ થયો, બ્લાસ્ટ થતાં જ કેટલાક લોકો હવામાં ઉછળ્યા, ખુબ ભયનજક દ્રશ્યો મેં જોયા હતા'

પ્લાન્ટ પ્રચંડ બ્લાસ્ટ સાથે આગ લાગી હતી
ઘોઘંબાના રણજિતનગર ખાતે આવેલી ગુજરાત ફ્લોરો કેમિકલ કંપનીના MPI-1 પ્લાન્ટમાં આજે વહેલી સવારે પ્રચંડ બ્લાસ્ટ સાથે આગ લાગી હતી. કંપની અને આજુબાજુના વિસ્તારોમાં અફરાતરફીનો માહોલ સર્જાયો છે. આગ બાદ બ્લાસ્ટની ઘટનામાં 15 જેટલા કામદારો ઇજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્તોને હાલોલની ખાનગી અને રેફરલ હોસ્પિટલમાં લઇ જવાયા હતા.

આગ બાદ બ્લાસ્ટની ઘટનામાં મોટી સંખ્યામાં કામદારો ઇજાગ્રસ્ત થયા
આગ બાદ બ્લાસ્ટની ઘટનામાં મોટી સંખ્યામાં કામદારો ઇજાગ્રસ્ત થયા

કેટલાક લોકો હવામાં ઉછળ્યા
GFL કંપનીમાં કામ કરતા કર્મચારી વિરલ પરમારે જણાવ્યું હતું કે, હું GFL કંપનીમાં નોકરી કરૂ છું. કંપનીમાં બ્લાસ્ટ થતાં જ કેટલાક લોકો હવામાં ઉછળ્યા હતા. 4 લોકોના મોત થયા છે. 17 લોકો ઇજાગ્રસ્ત થયા છે. મે મારી નજર સામે આ ઘટના જોઇ છે. કંપનીમાં દોડધામ કરી મુકી હતી. કંપનીના ગેટ પણ ખોલતા નહોતા અને બહાર જવા દેવામાં આવતા નહોતા. ખુબ ભયનજક દ્રશ્યો મેં જોયા છે. હું ગભરાઇ ગયો હતો અને 10 મિનિટ સુધી મને કંઇ ખબર જ નહોતી.

ગુજરાત ફ્લોરો કેમિકલ કંપનીના MPI-1 પ્લાન્ટમાં આજે વહેલી સવારે પ્રચંડ બ્લાસ્ટ સાથે આગ લાગી
ગુજરાત ફ્લોરો કેમિકલ કંપનીના MPI-1 પ્લાન્ટમાં આજે વહેલી સવારે પ્રચંડ બ્લાસ્ટ સાથે આગ લાગી

ફાયરબ્રિગેડ આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો કરી રહ્યું છે
સદભાગ્યે ગેસનાં ટેન્કરો લીક થયાં નથી અને ફાયરબ્રિગેડની ટીમો આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો કરી રહી છે. સાવચેતીના ભાગરૂપે રણજિતનગરની આસપાસના રસ્તાઓ બ્લોક કરી દેવાયા છે. ઘટનાને જોતાં મૃત્યુઆંક વધવાની શક્યતા છે.

ભયાનક ઘટનામાં મોટી સંખ્યામાં મોતની આશંકા સેવાઇ રહી છે
ભયાનક ઘટનામાં મોટી સંખ્યામાં મોતની આશંકા સેવાઇ રહી છે

(અહેવાલ અને તસવીરોઃ મક્સુદ મલિક, હાલોલ)

અન્ય સમાચારો પણ છે...