ભાસ્કર વિશેષ:પેરાલિમ્પિકમાં રજત મેળવનાર ભાવિના પટેલ કહે છે, ‘મારા અને ગોલ્ડ મેડલ વચ્ચે તાવ આવી ગયો’

વડોદરા16 દિવસ પહેલા
  • કૉપી લિંક
સિલ્વર મેડલ જીતનાર ભાવિના પટેલ - Divya Bhaskar
સિલ્વર મેડલ જીતનાર ભાવિના પટેલ
  • વડોદરા ટેબલ ટેનિસ એસોસિયેશન દ્વારા ભાવિના પટેલનું સન્માન કરાયું

‘મારા અને ગોલ્ડ મેડલ વચ્ચે તાવ આવી ગયો, અન્યથા ભારતને ગોલ્ડ મળત,‘ એમ પેરાલિમ્પિકમાં ટેબલ ટેનિસમાં સિલ્વર મેડલ જીતનાર ભાવિના પટેલે જણાવ્યું હતું. તેણીએ જણાવ્યું હતું કે ‘ચાલુ સ્પર્ધામાં તાવ આવી જતાં તેની સીધી અસર પ્રેક્ટિસ પર પડી હતી, જોકે મારી હરીફના શોટ્સ અને રમત પણ ખૂબ સારા હતા, દોષનો ટોપલો માત્ર તાવ પર ના નાખી શકાય. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, જે ટેબલ સ્પર્ધામાં અપાય છે તે ટેબલ પ્રેક્ટિસમાં પણ મળવા જોઈએ. જોકે આ બાબતે ખેલાડીઓ માટે હજુ ઘણું બધું કરવાનું બાકી છે.

જો તેમ થાય તો દેશને વધુ મેડલ મળી શકે. હાલની સરકાર ખૂબ જાગ્રત છે અને તે દિશામાં કામ કરી રહી છે. પોતાના જીવનના સંઘર્ષ અંગે તેમણે જણાવ્યું હતું કે, ‘સ્ટ્રગલ વગર લાઈફ નથી. સામાન્ય હોય તેવી વ્યક્તિએ પણ સ્ટ્રગલ કરવો પડે છે તો અમારા માટે તો સંઘર્ષ એ જ લાઈફ છે.

મેડલ માટે ક્યારથી ગંભીર હતાં? આ અંગે તેણે જણાવ્યું હતું કે, ‘હું વર્ષ 2016થી આ બાબતે ગંભીર હતી પણ 2016માં પણ તાવના કારણે એક મહત્ત્વની સ્પર્ધામાં ભાગ લઈ ના શકી, જેના કારણે અફસોસ થયો પણ ત્યારબાદ સતત હું મેડલ માટે ગંભીર હતી. ભાવિના પટેલનું વડોદરા ટેબલ ટેનિસ એસોસિયેશન દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું અને 1 લાખ રૂપિયાનો એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો.

સચિન તેન્ડુુલકર મારા પ્રેરણાસ્ત્રોત
ટોકિયો પેરાલિમ્પિકમાં ટેબલ ટેનિસના ફાઈનલ મુકાબલામાં વિશ્વની નંબર વન ક્રમાંકિત ચાઈનાની ઝોઉ યીંગ સામે ભાવિના પટેલની ટક્કર થઇ હતી. જેમાં રજત ચંદ્રક જીતતાં સચિન તેન્ડુલકરે ફોન કરીને ભાવિના પટેલને અભિનંદન આપ્યા હતા. ભાવિના પટેલ કહે છે કે, ‘સચિન તેન્ડુલકરને મળવાનું મારું સ્વપ્ન છે.

અન્ય સમાચારો પણ છે...