તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • There Have Been 325 Road Accidents In The City This Year, Including 9 Black Spots On The National Highway, Killing More Than 110 People.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વડોદરાના ડેથ સ્પોટ:આ વર્ષે નેશનલ હાઇવે પરના 9 બ્લેક સ્પોટ સહિત શહેરમાં 325 રોડ અકસ્માત થયા, 110થી વધુ લોકોના મોત

વડોદરા5 મહિનો પહેલા
વડોદરા પાસે નેશનલ હાઇવે પર આજે થયેલો ગોઝારો અકસ્માત વાઘોડિયા ચોકડી પાસે આ સ્થળે થયો હતો - Divya Bhaskar
વડોદરા પાસે નેશનલ હાઇવે પર આજે થયેલો ગોઝારો અકસ્માત વાઘોડિયા ચોકડી પાસે આ સ્થળે થયો હતો
  • વડોદરા શહેરમાં 2019માં અકસ્માતના 479 બનાવમાં 111 લોકોના મોત થયા હતા

વડોદરાના વાઘોડિયા બ્રિજ પાસે આઇશર ટેમ્પો અને ટ્રેલર વચ્ચે થયેલા અકસ્માતમાં મૂળ ભાવનગર અને અમરેલી જિલ્લાના અને હાલ સુરતમાં રહેતા આહીર સમાજના 11 લોકોએ જીવ ગુમાવ્યો છે. વડોદરા શહેર નજીક પસાર થતાં નેશનલ હાઇવે નં-48 ઉપર વારંવાર સર્જાતા ગંભીર અકસ્માત રોકવા માટે તંત્ર દ્વારા 9 સ્થળોએ બ્લેક સ્પોટ જાહેર કરાયા હતા. જેમાં વાઘોડિયા ચોકડીનો પણ ચમાવેશ થાય છે. આ 9 બ્લેક સ્પોટ સહિત શહેરમાં વિવિધ વિસ્તારોમાં આ વર્ષે અત્યાર સુધીમાં અકસ્માતના 325થી વધુ બનાવોમાં 110થી લોકોના મોત થયા છે. વડોદરા શહેરમાં જોકે કોઈ બ્લેક સ્પોટ હવે રહ્યા નથી, પરંતુ, વડોદરા શહેર નજીકના નેશનલ હાઇવે પર 9 બ્લેક સ્પોટ આવેલા છે. જ્યાં વારંવાર અકસ્માતો થાય છે.

આ પણ વાંચોઃ વડોદરામાં અકસ્માતથી સુરતમાં માતમ:આહીર સમાજના એક જ પરિવારના 5 સભ્યોના મોત, એક મૃતક યુવકના લગ્ન આ વર્ષે જ થવાના હતા

નેશનલ હાઇવેના બ્લેક સ્પોટ અંગે રિપોર્ટ તૈયાર કરાયો
વડોદરા શહેર નજીક નેશનલ હાઇવે પર જાંબુવા જીઇબી કટ પાસે, તરસાલી બ્રિજથી આગળ ગોપાલ ક્રિષ્ના હોટલ પાસે, કપુરાઇ બ્રિજથી રેલવે બ્રિજ વચ્ચે, વાઘોડિયા ચોકડી પાસે એલ એન્ડ ટી કંપની સામે, APMC માર્કેટ સામે, દેણા ચોકડી, દુમાડ ચોકડી અને રણોલી ચોકડી પાસે વારંવાર ગંભીર અકસ્માતો થાય છે, જેથી તંત્ર દ્વારા આ બ્લેક સ્પોટ સ્થળો પર છેલ્લા ત્રણ વર્ષમાં 500 મીટરની વિસ્તારમાં પાંચ કે, તેથી વધુ અકસ્માત બન્યા છે કે, કેમ તેનું તાજેતરમાં વેરિફિકેશન કરવામાં આવ્યું હતું. સૂત્રોએ જણાવ્યું હતું કે, આ ટીમે બ્લેક સ્પોટવાળી જગ્યાના 500 મીટરના વિસ્તારમાં બનેલા ફેટલ અને ગંભીર માર્ગ અકસ્માતનું વેરિફિકેશન કર્યું હતું અને FIRમાં દર્શાવેલી જગ્યા મુજબ સરખામણી કરીને બ્લેક સ્પોટવાળી જગ્યા પર છેલ્લા 3 વર્ષમાં 500 મીટર જગ્યામાં પાંચ કે તેથી વધુ અકસ્માત બન્યા છે કે કેમ તેની ખરાઇ કરી રિપોર્ટ તૈયાર કર્યો છે.

આ પણ વાંચોઃ સુરતના મૃતકો અને ઇજાગ્રસ્તોના પરિવારનો આક્ષેપ, 4 કલાક સુધી ઈજાગ્રસ્તો સારવારની રાહમાં તરફડતા રહ્યા, 2થી 3 ઇજાગ્રસ્તને હોસ્પિટલે મૃત જાહેર કરી દીધા

2019માં અકસ્માતના 479 બનાવમાં 111 લોકોના મોત થયા હતા
સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ શહેરના 9 બ્લેક સ્પોટ પર અત્યાર સુધી 70થી વધુ લોકોના મોત થઇ ચુક્યા છે. વડોદરા શહેરમાં આ બ્લેક સ્પોટ સહિત આ વર્ષે અત્યાર સુધીમાં અકસ્માતના 325થી વધુ બનાવ બન્યા હતા, જેમાં 110થી વધુ લોકોના મોત થયા છે. 2019માં અકસ્માતના 479 બનાવ બન્યા હતા જેમાં 111 લોકોના મોત થયા હતા.

છેલ્લા 3 વર્ષમાં બ્લેક સ્પોટ પર થયેલા અકસ્માતો
સ્થળઅકસ્માતમૃત્યુઆંક
જાંબુવા GEB કટ1304
તરસાલી બ્રિજથી આગળ ગોપાલ ક્રિષ્ના હોટલ સામે0706
કપુરાઇ બ્રિજથી રેલવે બ્રિજ વચ્ચે0605
એલ એન્ડ ટી કંપની સામે1211
APMC માર્કેટ સામે1008
દેણા ચોકડી પાસે0706
દુમાડ ચોકડી પાસે1008
રણોલી ચોકડી પાસે1306

વિવિધ વિભાગોના સંકલન દ્વારા અકસ્માતો નિવારી શકાશે
વડોદરા શહેર નજીક હાઇવે પર 9 જેટલા બ્લેક સ્પોટ આવેલા છે અને આ બ્લેક સ્પોટ પર અકસ્માત નિવારવા માટે સરકારના વિવિધ વિભાગ હાઇવે ઓથોરિટી, પોલીસ વિભાગ, કોર્પોરેશન, આરટીઓ સહિતના વિભાગોનું સંકલન કરવું જરૂરી છે. એન્જિનિયરિંગ, એન્ફોર્સમેન્ટ અને એજ્યુકેશન થકી આ બ્લેક સ્પોટ ઉપર અકસ્માતોનું નિવારણ કરી શકાશે. બ્લેક સ્પોટના સ્થળની મુલાકાત લઇ અકસ્માત કયા કારણોસર થાય છે, તેનો અભ્યાસ કર્યાં બાદ ક્ષતિઓ દૂર કરી તથા લોકો પાસે ટ્રાફિકના નિયમોનું પાલન કરાવી તથા નિયમો બાબતે જાગૃતિ પેદા કરીને જ અકસ્માતો બંધ કરી શકાશે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

વધુ વાંચો