તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરી:વડોદરામાં 2.5 કરોડના જમા PFના ખાતેદારો મળતા નથી

વડોદરા24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નવા પીએફ કમિશનર તરીકે મનોજ યાદવની નિમણૂક
  • ખાતેદારોને શોધીને પ્રોવિડન્ડ ફંડની રકમ અપાશે : યાદવ

શહેરની પીએફ ઓફિસમાં જેવા સેંકડો ખાતા છે, જેમાં પીએફની રૂ. 5000થી 50 હજાર સુધીની રકમ ઘણા લાંબા સમયથી પડી રહી છે. પીએફ ઓફિસ દ્વારા આવા ખાતાધારકોની શોધ શરૂ કરાશે અને તેમને તેમની રકમ આપવાની તજવીજ હાથ ધરવામાં આવશે.

આજે પીએફ ઓફિસના નવા કમિશનર તરીકે મનોજ યાદવે પદભાર સંભાળ્યો હતો. તેમણે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, અમે આ ખાતેદારો જેમને ત્યાં કામ કરતા હતા તે કંપનીના માલિકોને શોધી તેના થકી ખાતેદારોની માહિતી ભેગી કરી રહ્યાં છીએ. અંદાજે હાલ વડોદરામાં 2થી 2.5 કરોડ જેટલી રકમ છે જેને ક્લેઇમ કરવા કોઇ આવ્યું નથી. આ માલિકો સાથે અમે વેબિનાર કરી રહ્યાં છીએ.

જો કોઇ ખાતેદાર આવા હોય તો તેમણે પોતાના આધાર કાર્ડ સાથે પીએફ ઓફિસનો સંપર્ક કરવાનો રહેશે. તેમણે હાલમાં કચેરી ખાતે કમ્પ્યૂટર અપગ્રેડેશન કરવામાં આવી રહ્યું હોવાનું જણાવતા કહ્યું હતું કે આ કામગીરીથી અમે પીએફ ધારકોને લગતી કામગીરી ઝડપથી પૂરી કરી શકીશું.

પીએફના અધિકારીઓના જણાવ્યા અનુસાર, કોરોના મહામારી સમયમાં ઘણા કર્મચારીઓ પોતાના નોકરી-ધંધા વિગેરે છોડીને બિહાર, ઉત્તરપ્રદેશ, ઓરીસ્સા સહિતના રાજ્યોમાં જતા રહ્યાં છે. આ કર્મચારીઓમાંથી કેટલાયને પોતાના પીએફ એકાઉન્ટ અંગે પુરતી જાણકારી પણ નથી.

જેથી તેઓ પીએફ એકાઉન્ટમાંથી પોતાની બચત પણ ઉપાડી શકે. આ કર્મચારીઓ મોટાભાગે મજુરવર્ગમાં આવતા હોય છે. વડોદરાની પીએફ વિભાગમાં આવા અનેક પીએફ એકાઉન્ટમાં કોઈ વ્યક્તિ ક્લેમ કરવા નથી આવ્યું.

અન્ય સમાચારો પણ છે...