વિવાદ:વડોદરાથી સોખડાખુર્દ સુધીની વરસાદી કાંસ પર ઠેર ઠેર દબાણો

વડોદરા12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સમલાયાના ગ્રામજનોએ વરસાદી કાંસમાં માટીપુરાણ કરી દઈ હોબાળો મચાવ્યો હતો
  • કાંસમા બિલ્ડરોએ ડ્રેનેજ કનેકશન જોડી દેતાં વિવાદ વધુ વકર્યો હતો

વડોદરા શહેરના ભાયલી અટલાદરા વિસ્તારમાંથી પાદરા તાલુકાના સોખડા ખુર્દ ગામ સુધી જતા વરસાદી કાંસમા બિલ્ડરોએ ડ્રેનેજ કનેકશન જોડી દેતા ગંદુ પાણી સમિયાલા ગામના શાળાઓમાં જતું હોવાના કારણે ગ્રામજનોએ હોબાળો મચાવ્યો હતો ત્યારબાદ તપાસ કરતા સમગ્ર વરસાદી કાંસ ઉપર ઠેરઠેર રેસ્ટોરન્ટ મકાનો તથા લારી ગલ્લાના ગેરકાયદે દબાણો થઈ ગયા છે તે હટાવવાની કામગીરી થતી નથી.

શહેરના પશ્ચિમ વિસ્તારનું વરસાદી પાણી બાન્કો કાંસ થઈ અટલાદરા ભાઈની વિસ્તાર ની સોસાયટીઓ નું પાણી છેક પાદરા તાલુકાના સોખડા ખુર્દ ગામ સુધી જાય છે આ વરસાદી કાંસમાં અગાઉ ના વર્ષોમાં માત્ર વરસાદી પાણી જ જતું હતું પરંતુ વહીવટી તંત્રની ઇસ કાળજીને કારણે ભાઈની અટલાદરા વિસ્તારની સોસાયટીઓ અને એપાર્ટમેન્ટમાં ના ડ્રેનેજ કનેક્શનનો પાદરા સુધી જતા વરસાદી કાંસમાં જોડી દેવામાં આવ્યા છે. જેથી વરસાદી કાસ ગટરગંગા બની ગયો છે.

વડોદરા થી પાદરા તાલુકાના સોખડા ખૂર્દ ગામ સુધી પસાર થતા વરસાદી કાંસ માં ડ્રેનેજ કનેકશન જોડી દેવાને કારણે તાજેતરમાં સમીયાલા ગામ તળાવમાં ડ્રેનેજનું ગંદુ પાણી ઠલવાતું હોવાને કારણે ગ્રામજનોએ હોબાળો મચાવ્યો હતો અને સમિયાલા ગામ ની પહેલા વરસાદી કાંસ ઉપર માટી પુરાણ કરી પાળો બાંધી દીધો હતો અને તેને કારણે ડ્રેનેજનું ગંદુ પાણી સમગ્ર વિસ્તારમાં ફરી વળ્યું હતું આ માટી પુરાણ કર્યું હતું તે હટાવવા માટે કોર્પોરેશનના તંત્રે કાર્યવાહી પણ હાથ ધરી હતી ત્યારે ગ્રામજનોએ વિરોધ કરીને કામગીરી અટકાવી દીધી હતી. પશ્ચિમ વિસ્તારના અટલાદરા ભાયલી નું વરસાદી પાણી અને હવે વરસાદી ગટરમાં ઠલવાતું ડ્રેનેજનું ગંદુ પાણી જે સોખડા ખુર્દ સુધી વરસાદી કાંસ દ્વારા જતું હતું તે અટકી ગયું છે ત્યારે આ વરસાદી કાંસ ઉપર ઠેરઠેર ગેરકાયદે દબાણો થઈ ગયા છે.

અન્ય સમાચારો પણ છે...