તસ્કરી:મકરપુરામાં ફેક્ટરી માલિકના બંધ મકાનમાંથી રૂા.1.10 લાખની ચોરી

વડોદરા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર

મકરપુરા જીઆઈડીસી કોલોનીમાં રહેતા ફેક્ટરી માલિકના બંધ મકાનમાંથી બપોરના સમયે તસ્કરો રોકડા રૂા.45 હજાર અને દાગીના મળી રૂા.1.10 લાખની મત્તા ચોરી ફરાર થઇ ગયા હતા. પ્રિયંકાબહેન ખાનગી કંપનીમાં નોકરી કરે છે, જ્યારે તેમના પિતા પ્રશાંતભાઇ મહાલાણાબેસ જીઆઈડીસીમાં કારખાનું ચલાવે છે.

તા. 7 જાન્યુઆરીના રોજ બંધ મકાનમાં તસ્કરોત્રાટક્યાં હતા અને કબાટમાંથી રોકડા રૂા.45 હજાર અને સોના-ચાંદીના દાગીના મળીને રૂા.1.10 લાખની મત્તા ચોરી કરી લીધી હતી. પિતા બપોરે 4:30 વાગે ઘરે આવતાં તેમને ચોરી અંગે જાણ થઈ હતી. મહિલા ફરિયાદીએ કેટલી વસ્તુઓ ચોરી થઈ છે તેની ખાત્રી કરીને 13 જાન્યુઆરીના રોજ માંજલપુર પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...